સરકાર ખેડુત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનો આક્ષેપ કરી રાજકોટીયાની લડતના મંડાણ કરવાની ચિમકી.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ૭૦ મણ મગફળી ખરીદવાના અહેવાલ પ્રસિધ્ધ થતા જ ખેડુતોમા મચેલી કાગારોળ ને કોંગ્રેસે વાચા આપવાની તક ઝડપી ને સોમવારે ટંકારા તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩૦૦ મણ ખરીદી કરવા ખેડુતો ને સાથે રાખી આવેદનપત્ર મામલતદારને પાઠવ્યુ હતુ. જેમા, મગફળી નુ ઉત્પાદન વધુ થયુ હોવાથી ખરીદી વધારવા અથવા ખેડુતોને સીધા રૂપિયા ૧,૩૫ લાખ નો રોકડ લાભ આપવા માંગણી ઉઠાવી હતી.સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ ન થાય તો કોંગ્રેસી નેતા મહેશ રાજકોટીયાએ ખેડુતો ના હિત મુદ્દે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ટંકારા કોંગ્રેસ પ્રમુખ અશોક સંઘાણી, જીલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, જીલ્લા કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટીયા, ભૂપત ગોધાણી, રમેશ રબારી,દુષ્યંત ભૂત, ગીરીશ અઘેરા સહિતના અનેક કાર્યકરોએ તાલુકાના ખેડુતો સાથે સોમવારે સરકાર દ્વારા ટેકાના ભાવે ૭૦ મણ મગફળી ખરીદીના અહેવાલ બાદ ખેડુતોમા મચેલી કાગારોળ ને વાચા આપવાની તક ઝડપી લઈ ૩૦૦ મણ મગફળી ખરીદવાની માંગણી કરતુ આવેદનપત્ર ટંંકારા મામલતદાર ને પાઠવ્યુ હતુ. કોંગ્રેસ પાર્ટીએ ખેડુતોને પરેશાન કરવાની ખેડુત વિરોધી માનસિકતા સરકાર ધરાવતી હોવાનુ કહીને પાઠવેલા આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા મગફળીનુ ઉત્પાદન વધુ હોય ઉપરાંત, દર વર્ષે થતી ખરીદી કરતા આ વખતે ઓછી ખરીદી થી ખેડુતોને નુકશાન જવાનુ ટપકાવી પુરતી ખરીદી કરવી જોઈએ. અથવા ૧,૩૫ લાખ રૂપિયા રોકડા ખેડુતોના ખાતા મા સિધા જમા કરવા માંગણી ઉઠાવી હતી. સરકાર દ્વારા જો આ મુદ્દે ગંભીરતાથી વિચાર નહીં કરે તો કોંગ્રેસી નેતા મહેશ રાજકોટીયાએ આ મામલે ખેડુતો સાથે લડત આપી આવનારા દિવસોમા આંદોલન કરવાની ચિમકી અંત મા ઉચ્ચારી હતી.


