મોરબી:ધમકી આપી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અને બળજબરી થી ખેતર નો દસ્તાવેજ કરાવ્યા ની ફરીયાદ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો

Advertisement
Advertisement

ધમકી આપી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અને બળજબરી થી ખેતર નો દસ્તાવેજ કરાવ્યા ની ફરીયાદ ના ગુન્હામાં આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીયા નો જામીન પર છુટકારો

બનાવ ની ટુંકમાં હકકીત એવી છે ફરીયાદ શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણી એ મોરબી એ ડીવી. પો. સ્ટે. માં ૧૯૯/૨૫ ના રોજ આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીયા સામે ઉછીની લીયેલ રકમ ના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરી થી ફરીયાદી ના ખેતર નો દસ્તાવેજ આરોપી ના પીતા ના નામે કરાવી લીધેલ ની ફરીયાદ આપેલ અને આરોપી વિપુલ અમુભાઈ અવાડીયા ની પોલીસ ઘરપકડ કરતા તેને જેલ હવાલે કરતા આરોપી વિપુલ અમુભાઈ અવાડીઆ એ મોરબી ના સીનીયર વકીલ શ્રી મનિપ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત મોરબી ની સેસન્સ કોર્ટ માં રેગ્યુ. જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની ધારદાર દલીલ માન્ય રાખી આરોપી ને સેસન્સ જજ શ્રી. કે. આરે. પંડવા સાહેબે શરતો ને આથીન રેગ્યુ. જામીન પર મૂક્ત કરવાનો હુકમ કરેલ છે.