ટંકારાના આર્યનગર મા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ અર્થસભર ગરબાની થીમ પર બાળાઓ ગરબે રમે છે.   

Advertisement
Advertisement
 હાઈવે કાંઠે વસેલા આર્યનગર ગામ મા પંદર વર્ષ થી શાસ્ત્રો અને સંસ્કૃતિ નુ જતન કરી મા ભગવતી ની અનેરી આરાધના થાય છે.
હાલ ચાલી રહેલા હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર મા ભગવતી ની આરાધના કરવાના નવરાત્રી પર્વ ની ઉજવણી ટંકારામા પણ થઈ રહી છે ત્યારે અહિંયા હજુ અર્વાચિન ડાંડીયાની આભડછેટ અડી નથી. પ્રાચીન ગરબા રમવા ની પ્રણાલી જાળવી ને શહેરના હાઈવે કાંઠે વસેલા આર્યનગર ખાતે છેલ્લા ૧૫ વર્ષ થી યોજાતી નાનજીભાઈ મેરજા ની હરીઓમ ગરબી હિંદુ ધર્મ નો વારસો જાળવી અર્થ સભર પ્રાચીન ગરબા ઉપર બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ પર્વ ને છાજે એવા દેશી ઢબે ભાગીગળ દાંડીયા રાસે રમે છે. અહીંયા દસેરાને દિવસે ગરબી મંડળ ની બાળાઓ ને લ્હાણી વિતરણ કરી કુમકુમ પગલે આગલે વર્ષે પધારશો માતા રાની ગરબાની થીમ પર ગરબો ગાઈને સમાપન કરવામા આવે છે.
ટંકારામા આમ તો સામાન્ય રીતે પશ્ર્ચિમી પવન તરત લાગી જાય છે. પરંતુ ધામિઁક ક્ષેત્રે લોકો આંધળુ અનુકરણ કરતા હજુ ખચકાય છે.અહિયા આજે પણ અર્વાચીન ડાંડીયાની આભડછેટ લાગી નથી.તે બાબત સરાહનીય કહી શકાય. અને શહેરની વડીલો ની મા ની આરાધના કરવા ની પ઼ાચીન પરંપરા ને અનુસરીને શહેરના હાઈવે કાંઠે વસેલા આર્યનગર ખાતે સોસાયટી વિસ્તાર વિસ્તર્યો ત્યારથી છેલ્લા ૧૫ વર્ષ થી આર્યનગર ના પ્રમુખ નાનજીભાઈ મેરજાએ હરીઓમ ગરબી મંડળ શરૂઆત કરી પ્રાચીન પરંપરા મુજબ માતાજીના ગરબા ગવડાવીને પ઼ાચીન ઢબે જ વિસ્તાર ના તમામ પરીવારો સાથે ગરબાના તાલે રાસ ગરબા રમવાની શરૂઆત કરાવી હતી. હાલ અહીંયા નગરપાલિકા ની હકુમત હેઠળના આર્યનગર ઉપરાંત, હરીઓમ નગર, ધર્મભક્તિ, રાજધાની, ક્રિષ્નાપાર્ક, બાલાજીપાર્ક, લક્ષ્મીનારાયણ-૨ વિસ્તારના લગભગ ૧૫૦ થી વધુ પરીવાર ના તમામ સભ્યો સંપીને નવરાત્રી દરમિયાન હિંદુ શાસ્ત્રો અને હિંદુ સંસ્કૃતિ જળવાઈ એની તકેદારી રાખી માતાજી ની આરાધના આરતી પુજા અર્ચના કર્યા બાદ પ્રાચીન ગરબા રમી અનેરી માઈ ભક્તિ કરે છે. સાર્વજનિક ચોક મા પ્રમુખ નાનજીભાઈ મેરજા અને ધીરૂભાઈ કાસુન્દ્રા ની રાહબરી હેઠળ હરીઓમ ગરબી મંડળ ના યુવાનો સહિતના તમામ મિત્રો દ્વારા નિઃસ્વાર્થ ભાવે તન મન ધનથી જોડાઈને સરસ મજાનો મંડપ બાંધી ગરબી નુ સ્થાપન કરી મહોલ્લા ની તમામ બાળાઓ, યુવતીઓ અને મહિલા ઓ માટે રાસ રમવા ની વ્યવસ્થા કરી આપે છે. અહીંયા નવરાત્રી પૂર્વે બાળાઓ લયબધ્ધ તાલીમ સાથે અર્થસભર ગરબાની થીમ પર ગરબે ઘુમે છે. જે માણવા લોકો ઉમટે છે. વિજયાદશમી એ મંડળ ની ૪૭ સભ્ય બાળા ઓને લ્હાણી વિતરણ કરી કુમકુમ પગલે આગલે વર્ષે માતાજી ને ફરી પધારવા આરાધના કરી સમાપન કરાઈ છે.