ટંકારામા આજે પ્રાચીન સંસ્કૃતિ જાળવી મા ના ગરબા ગાઈ ગરબે ઘુમવા ની પ્રણાલી જળવાઈ છે.             

Advertisement
Advertisement

ટંકારામા  પ્રાચીન સંસ્કૃતિ જાળવી ગરબે રમી માઈ ભક્તિ આરાધના  કરવામા આવે છે .

હાલ ચાલી રહેલા હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર મા ભગવતી ની આરાધના કરવાના નવરાત્રી પર્વ ની ઉજવણી ટંકારામા પણ થઈ રહી છે ત્યારે અહિંયા હજુ અર્વાચિન ડાંડીયાની આભડછેટ અડી નથી, આખા તાલુકામા આજેય પ્રાચીન ગરબા રમવાની પ્રથા છે. શહેરમા લગભગ પચ્ચિસેક જેટલી નાની મોટી ગરબી થાય છે.જેમા,અતી પ્રાચીન ગણાતી મઠ ની કાળુભાઈ ની ગરબીનુ તમામ સંચાલન પ્રાચીન ગરબા ઉપર દેશી ઢબે રાસે રમવુ, સ્વકંઠે ગરબા ગાવા સહિત મહિલાઓ દ્વારા કરવામા આવે છે.
ટંકારામા આમ તો સામાન્ય રીતે પશ્ર્ચિમી પવન તરત લાગી જાય છે. પરંતુ ધામિઁક ક્ષેત્રે લોકો આંધળુ અનુકરણ કરતા હજુ ખચકાય છે.અહિયા આજે પણ અર્વાચીન ડાંડીયાની આભડછેટ લાગી નથી.તે બાબત સરાહનિય છે. આજથી શરૂ થતા હિંદુ ધર્મના સૌથી મોટા ગણાતા માતાજીની આરાધના ના પર્વ ગણાતા નવરાત્રી પર્વ નવલી રાતે પ઼ાચીન પરંપરાને અનુસરીને માતાજીના ગરબા ગવડાવીને પ઼ાચીન ઢબે જ ગરબાના તાલે રાસ રમવાની વડીલોની પરંપરા બરકરાર છે. શહેરમા લગભગ પચીસ જેટલી નાની મોટી ગરબીઓ નુ આયોજન વર્ષો થી થાય છે. જેમા, શહેરની ભિતરમા આવેલ મઠના સાધુની કાળુભાઈ બાવાજીની ગરબી શહેરની સૌથી જુની અતિ પ્રાચીન ગરબી છે. આ ગરબીને મહોલાની મહિલાઓ પોતે જ સ્વરચિત પ્રાચીન અને માતાજીનો ગરબાની ભાતિગળ ભાત અને મર્મ સરે તેવા ગરબા ગવડાવી ગરબે ઘુમે છે. સંગીતના સાજ પણ દોકળ, તબલા, કલબલીયા જેવા જુનવાણી વાજીંત્રનો જ ઉપયોગ થાય છે.જયારે દયાનંદ ચોકમા રજવાડા વખતની ભાટીયા પરીવારની સેવાથી ધબકતી રાજબાઈ ગરબી મંડળ ગરબે રમતી બાળાને પસંદ કરીને માતાજીના શણગાર માં તૈયાર કરી માતાજી રૂપે રાજબાઈ મંદિર ના વિસેક ફુટ ઉંચા શિખર ની ટોચેથી લોખંડની રેલીંગ જડી ને નીચે ગરૂડરૂપી વિમાન માં આકાશે થી માતાજી ને પૃથ્વી ઉપર અવતરણ કરાવી ને ગરબે રમાડવા ની પ઼ાચીન પરંપરા ને બખુબી નિભાવે છે. વાઘેશ્ર્વરી ગરબી મંડળની બાળાઓ ને સોની મહાજન  દ્વારા નિ: સ્વાર્થ ભાવથી ભક્તિના રંગે ગરબે રમાડે છે. જ્યારે, ઘેટીયાવાસ મા ધરતીના છોરૂ ગણાતા ખેડુત પુરૂષો બેસણીરાસ ની રમઝટ બોલાવે છે. અહીંયા મહિલાઓ પણ તાળી રાસ રમે છે. લક્ષ્મીનારાયણ મંદિરના પ્રવેશદ્વારે મહોલ્લા ની સ્ત્રીઓ અને યુવતીઓ ગરબે ઘુમી મા ભગવતી ના પ્રાચીન અને અર્થ સભર ગરબા ગાતા મંડપમા ઘુમી દાંડીયા રાસ રમે છે. શહેરના જીવાપરા વિસ્તાર મા મહિલા ગરબી મંડળ ના પ્રમુખ નિતાબેન ચૌહાણ મહોલ્લા ની મહિલા ઓ સંગાથે ગરબાનુ આયોજન કરે છે. અહીંયા દરરોજ વિસ્તારના સેવાભાવી ભાવિકો દ્વારા ભાવ થી દરરોજ રાત્રે નવરાત્રી દરમિયાન તમામ માઈ ભક્તો ને નાસ્તો પ્રસાદ રૂપે વિતરણ કરાઈ છે. જ્યારે, જીવાપરામા હિરામા ની ગરબી થી ઓળખાતી ભવાની ગરબી મંડળ ની ગરબી મા મહિલાઓ સળંગ શરદપૂર્ણિમા સુધી રાસે રમે છે.