ગૌ સેવા કાજે સ્ત્રી સહિતની વેશભૂષા ધારણ કરી પાંચ દાયકાથી ગામડુ અનેરી ગૌ ભક્તિ અને સેવા કરે છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે હાઈવે પર અકસ્માતમાં કણસતી ગૌમાતા ને જોઈ ભીમનાથ મહાદેવ ના મહંત અને ગૌ સેવા માટે પોતાનુ સાંસારીક જીવન ત્યજી ને આજીવન ગૌસેવા અને શિવભક્તિ મા પોતાનુ જીવન સમર્પિત કરી દઈને ૧૯૬૭ થી ગૌ ભક્તિ કરે છે. પ્રારંભે રસ્તે રઝળતી અને અકસ્માતે ઘવાયેલી પાંચ ગાયને ગામડે લાવીને સેવાચાકરી શરૂ કર્યા બાદ હાલ પિસ્તાલીસ વર્ષ થી નાનકડા ગામડામા ગૌશાળા નિર્માણ કરી ગૌ માતા નુ લાલન પાલન કરે છે. ગૌમાતા ને પોષવા માટે ક્યાંય પણ હાથ લંબાવ્યા વગર મહંત સહિતના ગામડાના યુવાનો દર વર્ષે નવરાત્રી દરમીયાન ત્રીજા નોરતે નાટક ભજવી વર્ષમા એક વખત રોકડ અને ઘાસચારો, નિરણ સહિતનુ દાન એકઠુ કરે છે. જે પરંપરા મુજબ આગામી તા ૨૪ મી એ ગૌ આશિષ નામનુ નાટક રજુ કરી લોકો પાસે જોળી ફેલાવશે.

ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ ગામે આજથી અઠ્ઠાવન વર્ષ પૂર્વે ૧૯૬૭ મા હાઈવે પર અકસ્માત મા કણસતી ગૌમાતા ને જોયા પછી શરૂ થયેલી ગૌભક્તિ આજે સેવાની મહેંક પ્રસરાવી રહી છે. શરૂઆતમા ગૌસેવા માટે નિરાશ્રિત અને ભટકતી ગાય ને સધિયારો આપી પાંચ ગાય ની સેવા શરૂ કરી ગૌસેવા અને શિવભક્તિ મા પોતાનુ જીવન સમર્પિત કરી દેનારા સોની પરીવાર ના સુખી પરીવાર ના સુરેશભાઈ સોની ગૌ સેવા અને શિવભક્તિ થકી આજે મહંત સોહમ દત્ત બાપા બની ગામડાના લોકોની મદદથી અનેરી ભક્તિ કરી રહ્યા છે. ગામડે ગૌશાળા બનાવી હાલ ૨૦૦ ગાયોનુ લાલન પાલન કરી રહ્યા છે. અહીંયા ગૌમાતા માટે આડા દિવસે લોકફાળો કરાતો નથી પરંતુ નવરાત્રી દરમીયાન ત્રીજા નોરતે ગામડાના યુવાનો વેશભૂષા ભજવી નાટક યોજે છે. અને જે કંઈ રોકડ કે ઘાસચારો આવે એ ગૌશાળામાં આપે છે. ગાયોની સેવા માટે શરૂઆતમા મહંત ખૂદ નાટક મા પાત્ર ભજવતા હતા . પરંતુ હાલ ઉંમર ના તકાજે નાદુરસ્ત તબિયતને કારણે પોતે સ્ટેજ પર ઉભા રહી શકવા આસક્ત હોવાથી ગામડાના માલેતુજાર ઉધોગપતિ યુવાનો સેવાયજ્ઞ મા પોતાની કલાના કામણ પાથરી નાટકમાં સ્ત્રી સહિતના પાત્રો ભજવવા અવનવી વેશભૂષા ભજવી ગૌસેવા કાજે જોળી ફેલાવે છે. આગામી તા. ૨૪ ને બુધવારે રાત્રે નવ વાગ્યે લજાઈ ગામે ગરબી પૂર્ણ કરી નાટક ભજવાશે. નાટકના મધ્ય મા વારંવાર ગામડાના મિત્રો કોમેડી પાત્રો ભજવી ઉપસ્થિત જનમેદનીને પેટ પકડી હસાવવા નુ પણ ચુકતા નથી. મૂળ લજાઈ ગામના વતની રોજગાર માટે શહેરમા સ્થાયી થયેલા તમામ પરીવારો નાટકના બહાને ગૌસેવા મા આર્થિક સહયોગ આપવા ખાસ ઉપસ્થિત રહેશે. ગામડાના યુવાનો વેશભૂષા ધારણ કરી ગૌ આશિષ નાટક ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાટકમા યમરાજ નુ પાત્ર ભજવી નાટક પ્રેમીઓ મા યમરાજ ના નામે ઓળખાતા ગામડાના ખેડુત પ્રોઢ રાઘવજીભાઈ કોટડીયા ના પાંચ વર્ષ પૂર્વે થયેલા અવસાન થી યમરાજા નો હુંકાર વિલાય ગયો છે. યમલોક સિધાવી ગયેલા કોટડીયા ઐતિહાસિક અને ધામિઁક નાટકોમા યાદગાર મુખ્ય પાત્રો પ્રજાપતિ દક્ષ, મામા કંસ, મહમદ ઘોરી, દુર્યોધન, હરણીયાક્શ્યપ સહિતના કિરદાર ભજવી ચુકયા હતા. ઉપરાંત, નાટકમા કડવીબાઈ નુ પાત્ર ભજવતા રા.ડી.સહકારી બેંક ના નિવૃત્ત કર્મચારી સ્વર્ગસ્થ વાલજીભાઈ રૈયાણી સહિતના તમામની સેવા નાટક પૂર્વે યાદ કરી નાટક કલા રજુ કરવાની પરંપરા આજે પણ નિભાવી ગામડાના યુવાન મિત્રો પોતાની નાટ્ય કલા રજુ કરશે.


