ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રા. શાળાના બાળકો રણોત્સવમા જીલ્લા કક્ષાએ ઝળક્યા. 

Advertisement
Advertisement
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ શાળાકીય રમતોત્સવમા જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી ને SGFI એથ્લેટીક રમતમા પિન્કી સિંગાડ  નામની છાત્રા 100 મીટરની દોડમા અવ્વલ નંબર અને લાંબીકુદ મા દ્વિતીય નંબરે ઉત્તિર્ણ થઈ હતી. જ્યારે, રીના નાયકા ચક્ર ફેકમા દ્વિતીય, અંજનાબા ઝાલા લાંબીકુદમા તૃતીય નંબરે જીલ્લા કક્ષાએ ઝળકી ઉઠ્યા હતા. છાત્રો ના વિભાગ મા રાહુલ ભુરીયા ચક્રફેંક મા પ્રથમ તથા 400 મીટર દોડ મા દ્વિતીય નંબરે આવેલ અને ઈતન ડામોર 800 મીટર દોડમા પ્રથમ ક્રમાંકે આવી શાળા અને ગામડાનુ નામ રોશન કરતા શાળાના રમત ગમત કોચ શિક્ષક મનસુખભાઈ ખટાણા, આચાર્ય જાનકીબેન અગ્રાવતે બાળકોના કૌશલ્ય ને બિરદાવ્યુ હતુ. શાળા પરિવાર અને ગ્રામજનોએ શાળા મા પહોંચી બાળકોને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.