પ્રજાકીય મુદ્દે કાયમ લડાયક સ્વભાવ ધરાવતા રાજકોટીયા હાઈવે ની અવદશા થી ખફા જવાબદાર તંત્ર નો ઉધળો લીધો.

ટંકારા-મોરબી થી કચ્છ ને જોડતા નવા બનેલા ચાર માર્ગિય રાજ્ય ધોરીમાર્ગ ઠેર ઠેર તુટી જવાથી હાલત મગરની પીઠ જેવી બની ગઈ હોય અહીંયા થી પસાર થનારા વાહનચાલકો ઉપરાંત, મુસાફરો અને રાહદારીઓ રીતસર ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમ છતા તંત્ર નક્કર કામગીરી કરવાને બદલે તમાસો જોઈ રહ્યુ હોવાની સ્થિતિ જોઈ ટંકારા કોંગ્રેસ ના કદાવર નેતા મહેશ રાજકોટીયા તંત્ર ની નિતી થી ખફા થઈ હાઈવે મુદ્દે મેદાનમા ઉતરી માર્ગ વિભાગના રાજકોટ ડિવિઝનના એસ.આર.પટેલ નો સંપર્ક કરી માર્ગ ની અવગતિ થી સચિત્ર અહેવાલ સાથે અઠવાડિયા મા મરામત કરવા માંગણી ઉઠાવી હતી. મુદ્ત હરોળમા કામગીરી હાથ નહીં ધરાઈ તો હાઈવે ઉપર લોકોને જોડી ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો હતો.
રાજકોટ ટંંકારા મોરબી થી કચ્છ સુધીના મસમોટા ચાર માર્ગીય રાજ્ય ધોરીમાર્ગ નવો બન્યા ને અંદાજે પાંચેક વર્ષ વિત્યા નથી ત્યા વારંવાર તુટી જાય છે. જ્યારે કાગારોળ મચે ત્યારે થિગડા મારી દેવાનુ સામાન્ય બની ગયુ છે. હાલ ફોરલેન હાઈવે ઠેર ઠેર તુટી પડયો હોવાથી હાઈવે પર પસાર થનારા વાહનચાલકો ઉપરાંત, મુસાફરો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી નિકળી રહ્યા છે. તંત્ર મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યુ છે? એવો સવાલ ઉઠાવી ટંંકારા કોંગ્રેસ ના કદાવર ગજાના ગણાતા મહેશ રાજકોટીયા એ માર્ગ વિભાગના રાજકોટ ડિવિઝન ના પટેલ ને આ મુદ્દે ગંભીરતા દાખવી અઠવાડિયામા મરામત કરાવવા ધારદાર રજુઆત કરી નિવેડો ન આવે તો લડતના મંડાણ કરી હાઈવે ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારતા ભારે ખળભળાટ મચ્યો હતો.જોકે, ઈન્ચાર્જ ઈજનેર એસ આર પટેલે રાજકોટીયાની રજુઆત મુદ્દે અઠવાડીયા મા ફલો વર્ક કરવા સુચના અપાઈ હોવાનુ જણાવ્યુ હતુ.


