ચિફ ઓફિસરને જી.પં. વિરોધ પક્ષના નેતા નો ફરીયાદ પત્ર

ટંકારા શહેરની પછવાડે થી અમરાપર ગામને જોડતો ડામર રોડ ગાયત્રી નગર વિસ્તારમાંથી પસાર થાય છે. આ માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ જવાથી ડામરના અવશેષો પણ બચ્યા નથી. અને ઉંટ ની પીઠ જેવો બની જતા ઠેર ઠેર રોડ ઉપર પડેલા કુવા સમાન ખાડા થી પાણી ના ખાબોચીયા ભરાયા હોય અહીંયા થી વાહન તો ઠીક પગપાળા પણ પસાર થવુ દુષ્કર બન્યુ છે. જેનાથી નજીક ના રહીશો અને એમના શાળાએ જતા ભૂલકાઓને અકસ્માત સર્જાવા ની સતત દહેશત રહે છે. અહીંયા મોટાભાગે ખેડુત પરીવારો પરીવાર સાથે દોઝખ મા જીવી રહ્યા હોય સત્વરે ખાડા ખાબોચિયા રીપેર કરી રોડ ની મરામત કરવા જીલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતાએ ચિફ ઓફિસર ને લેખિત પત્ર પાઠવી પગલા લેવા માંગણી ઉઠાવી હતી.
ટંકારા તાલુકાના આંતરીક રોડ રસ્તા લાંબા સમયથી તુટી પડ્યા હોય પરંતુ ઉબડખાબડ માર્ગો પ્રત્યે જવાબદારો આંખ આડા કાન કરી મરામત કરતા ન હોવાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનુ કાયમી બન્યુ છે. શહેરના પછવાડેથી પસાર થતો અમરાપર રોડ ગાયત્રી નગર ના મુખ્ય પ્રવેશદ્વાર થી પસાર થાય છે. અહીંયા રહેણાંક વિસ્તાર પાસે માર્ગ છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ પણે ધોવાઈ જવાથી ભાંગી ને ભુકો થયો હોય ડામરના અવશેષો પણ બચ્યા ન હોય અને ઉંટ ની પીઠ જેવો ઉબડખાબડ બની ગયો છે. માર્ગ મા અનેક મસ મોટા ગાબડા થી ચોતરફ પાણી થી ભરાયેલા ખાબોચીયા હાલ તળાવ મા ફેરવાઈ જવાથી અહીંયા વસતા પરીવારો અને શાળાએ જતા ભૂલકાઓને અકસ્માત સર્જાવાની સતત ભિતી રહે છે. ખાડાઓ થી કાદવ કિચડ ના થર જામ્યા છે. પરીણામે રોગજન્ય માખી મચ્છરોનો અસહ્ય ત્રાસ વધ્યો છે. અહીંયા થી વાહનચાલકો તો ઠીક પગપાળા પણ પસાર થવુ દુષ્કર બન્યુ છે. રહેણાંક વિસ્તાર નર્કાગાર મા સબળી રહ્યો છે. તાકીદે રોડ મરામત કરાવી ગંદકી ખદેળવા જીલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા ભૂપત ગોધાણી એ ચિફ ઓફિસર ને લેખિત પત્ર પાઠવી તાકિદે માર્ગ મરામત કરવા અને ગંદકી ઉકરડા ઉસેડવા માંગણી કરી હતી.


