નાનાખિજડીયા ની સીમ મા જુગાર ના અખાડા ઉપર ટંંકારા પોલીસ ત્રાટકી, રૂપિયા ૯૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement

બે શખ્સો અંધારા નો લાભ લઈ ખેતરમા નાસી છુટ્યા, એમા એક ખિજડીયાનો સરપંચ હોવાનુ મનાય છે.

 

 ટંકારા તાલુકાના નાના ખિજડીયા ગામ ની સીમ મા રાત્રે પતા ટીંચાતા હોવાની ગંધ પોલીસના નાક સુધી પહોંચતા ટંંકારાથી પોલીસ કાફલો મોડીરાત્રે વગડા મા જાહેર મા ચાલતા જુગાર અખાડા ઉપર ત્રાટક્યો હતો. અને સ્થળ પર થી ત્રણ શખ્સો ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જ્યારે, બે શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છુટ્યા હતા. જોકે, પોલીસે નાસી છુટેલા બંને પતા પ્રેમી ને હાથવગા કરવા કવાયત હાથ ધરી હતી. જુગાર ના પટ મા થી પોલીસે રૂપિયા ૯૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ની અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા પ્રમાણે નાસી છુટેલા બે પૈકી બિપીન નાનાખિજડીયા ગામનો સરપંચ હોવાનુ જાણવા મળ્યુ હતુ.
ટંકારા તાલુકાના નાના ખિજડીયા થી ઘુનડા ગામને જોડતા રોડ ઉપર નાનાખિજડીયાની સીમ મા ખેતર મા પતા ટીંચાઈ રહ્યા હોવાની ટંંકારા પોલીસ ને સચોટ બાતમી મળી હતી. બાતમી મળતા ટંંકારા પોલીસ ઈન્સ્પેકટર કૃણાલ છાસીયા સ્ટાફના દશરથસિંહ ચાવડા સહિતના પોલીસ કાફલા સાથે મોડી રાત્રે બિલ્લીપગે બાતમી વાળા ઠેકાણે ત્રાટક્યા હતા. પોલીસ ને જોઈ જુગાર રમી રહેલા શખ્સોમા નાસભાગ મચી હતી. જોકે, પોલીસે સ્થળ પરથી ત્રણ ને દબોચી લીધા હતા. જ્યારે, બે શખ્સો અંધારા નો લાભ લઈ ખેતરમા ઉભેલા કપાસમા લપાઈ ને સરકી જવામા સફળ થયા હતા.  પોલીસે સ્થળ પર થી નરેશ મોહન માણસુરીયા રહે. રવાપર મોરબી, મહાદેવ કાનજી મગુનીયા ચાંચાપર, મોરબી તથા નિતીન મનુ પનારા દસકોઈ, અમદાવાદ સહિતનાને અટકાયતમાં લઈ જુગાર ના પટ મા થી રોકડા રૂપિયા ૬૮,૭૦૦/- ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ૯૦,૭૦૦/- કબજે લઈ જુગારધારાની કલમ ૧૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે, નાસી છુટેલા બિપીન ઠાકરસી પટેલ રહે. નાના ખિજડીયા તા. ટંકારા, જયેશ મનસુખ પ્રજાપતિ રહે. સુરત નામના બંને શખ્સો ને હાથવગા કરવા કવાયત હાથ ધરી હતી. જાણવા મળ્યા પ્રમાણે નાસી છુટેલા બે પૈકી બિપીન ઠાકરસી નાનાખિજડીયા ગામનો સરપંચ હોવાનુ જાણવા મળ્યુ હતુ.