ટંકારામા આગામી ૧૪ મી એ કરાઓકે ગાયન સ્પર્ધા યોજાશે.

Advertisement
Advertisement
ટંકારામા યોજાનારી સીંગીગ સ્પર્ધા મા પાંચ વર્ષ થી વધુ વય ના સ્પર્ધકો ભાગ લઈ શકશે, ફી ૧૫૦/- રખાઈ છે.
ટંકારામા હિમસન  ફિલ્મ એન્ડ ફેડરેશન દ્વારા આગામી તા. ૧૪ મી એ ઓપન ટંકારા ગાયન સ્પર્ધા ( કરાઓકે) નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સિંગીગ કોમ્પિટીશન મા ભાગ લેવા માટે તા. ૧૨ સુધીમા નોંધણી કરાવી પાંચ વર્ષ થી વધુ વય ના સ્પર્ધકો ને નિયત ફી ચુકવી ભાગ લેવા મોકળુ મેદાન અપાયુ છે.
ટંકારા ખાતે આગામી તા. ૧૪ મી સપ્ટેમ્બરે કરાઓકે ગાયન સ્પર્ધા યોજવા આયોજન કરવામા આવ્યુ છે. આયોજકો દ્વારા શહેરના તાલુકા પંચાયત કચેરી સામે આવેલ આંબેડકર ભવન ખાતે ભાગ લેનારા સ્પર્ધકો ને નિયત ફી રૂપિયા ૧૫૦/- ચુકવી તા. ૧૨ સુધી મા નિયત મોબાઈલ નં.70693 09709
99047  98048- 96383 90532 ઉપર નોંધણી કરાવી લેવાનુ જણાવાયુ છે. સ્પર્ધા મા પાંચ વર્ષ થી વધુ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ તથા વિજેતા પૈકીના ત્રણ સ્પર્ધક ને શિલ્ડ અને પ્રમાણપત્ર થી નવાજીસ કરવાનુ એક યાદીમા જણાવાયુ હતુ.