ટંકારામા મેઘરાજા ની મુશળધાર ઈનિંગ્સ, બે દિવસ મા પાંચ ઈંચ વરસાદ પડતા, નદી નાળા અને તળાવો ઓવરફ્લો.

Advertisement
Advertisement
નિચાણવાળા વિસ્તારો મા ઘર મા પાણી ઘુસ્યા. હરીઓમ નગર અને જીવાપરા વિસ્તાર મા ઘર મા પાણી ઘુસ્યા, ડેમી નદી ના બેઠા પુલ ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ..

ટંકારામા ભાદરવે પધારેલા મેઘરાજાએ ગુરૂવારે મોડી સાંજે એક ઈંચ વરસાદ પડયા બાદ શનિવારે રાત્રે ફરી ડેરા તંબુ તાણી રાત્રી દરમિયાન ૩ ઈંચ (૭૩ મીમી) વરસી રવિવારે સવારે ૧૦ વાગ્યા સુધી મા વધુ બે ઈંચ (૪૭ મીમી) પડતા તાલુકાના તમામ નદી નાળા અને તળાવો ઓવરફ્લો થઈ જતા તાલુકાના અનેક ગામડાઓને જોડતા આંતરીક રસ્તાઓ ધોઈ નાંખ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં ચોતરફ પાણી ફરી વળ્યા હતા. જેમા, શહેરના હરીઓમ નગર તથા હાઈવેના ઓવરબ્રિજ નીચે આવેલ ગરકનાળાથી સીધા જીવાપરા વિસ્તાર મા જવાના માર્ગ ઉપર આવેલ જયેશભાઈ ભરવાડના મકાનમા પાણી ઘુસી જતા ઘડીકવાર પરીવાર મુશ્કેલી મા મુકાયો હતો. જોકે, વચ્ચે મેઘરાજાએ વિરામ લેતા માલધારી પરીવારે રાહત દમ લીધો હતો. જ્યારે, ટંકારા થી વાંકાનેર ને જોડતા વાયા ટોળ અમરાપર ગામને જોડતા રોડ ઉપર સ્મશાન નજીક આવેલા બેઠા પુલ ઉપર ડેમી નદી ના ધસમસતા પાણીના પ્રવાહ થી  તાલુકાના પછવાડે આવેલા ગામડાઓ તાલુકા મથકથી સંપર્ક તુટ્યા બાદ પાણી ઓસરતા રાહત મળી હતી. આમ, ટંંકારા તાલુકામા ૭ મી સપ્ટેમ્બર રવિવાર ના દસ વાગ્યા સુધીમા સિઝન નો સવા ઓગણત્રીસ ઈંચ (૭૨૯ મીમી) વરસાદ નોંધાઈ ચુક્યો છે.‌હજુ વાતાવરણ ડામાડોળ હોય વધુ વરસાદ પડવાની સંભાવના જોવા મળે છે. આ તકે, ટંંકારા તાલુકાના નાના ખિજડીયા ગામ ના રમેશભાઈ બસીયા નામના ગામઠી વ્યક્તિ એ ગામઠી કોઠાસુઝ થી હજુ વધુ વરસાદ પવનની તેજ ગતિ સાથે પડવાનો વરતારો વર્તાઈ રહ્યા નુ જણાવ્યુ હતુ.