દગડુ શેઠ ને વિસર્જીત કરવાની પરંપરા ત્યજી કાયમ મંદિર મા સ્થાપના કરાઈ.

Advertisement
Advertisement

રાજકોટ રહેતા ટંકારા બ્રહ્મસમાજ પ્રમુખ પરીવારે ધર્મ નો મર્મ સમજી શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરી વિઘ્નહર્તા-દુઃખહર્તા દેવને વિદાય આપવા ને બદલે હરખભેર પુજા સ્થાન મા બિરાજમાન કર્યા.

આજથી અગીયાર દિવસ પૂર્વે ભાદરવા માસના પ્રારંભે હિંદુ ધર્મ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ અને જગતજનની મા પાર્વતી ના લાડકવાયા વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા ને ધાર્મિક લોકો પોતાના વિસ્તારમા સામુહિક અને હજારો પરીવારો પોતાના આંગણે વાજતેગાજતે સામૈયા કરી તેડાવી બાપ્પાની પુજા અર્ચના અને આરાધના કરે છે. અગીયારમા દિવસે બાપ્પાને કઠણ કાળજે વિદાયમાન આપી જળ સમાધી આપી વિસર્જીત કરવાની ધાર્મિક પરંપરા છે. રાજકોટ ના રૈયારોડ પર વસતા બ્રહ્મ પરીવાર ની ગૃહલક્ષ્મી જેઠાણી અને દેરાણી એ પોતાના ગૃહે બાપ્પાને તેડાવી પુજા અર્ચના આરતી સહિત ના ધર્મ ને અનુરૂપ ગજાનન દેવની સેવા પુજા કર્યા બાદ વિસર્જન કરવા ને બદલે બાપ્પાને જયા બિરાજમાન કર્યા હતા એ મૂળ સ્થાને થી ઉથાપન કરી ઘરના આંગણે સ્નાન આદી શાસ્ત્રોક્ત વિધિ થી પુજન વિધી અને આરતી સહિતની ધાર્મિક વિધિ સંપન્ન કરી અનુસરણ ને તિલાંજલિ આપી બાપાને ગૃહમા પુજા સ્થાને કાયમી બેસાડી કાયમ સેવા કરવાનો ધાર્મિક શિરસ્તો બદલી બાપાની સેવા કરવાનો નવો રાહ કંડાર્યો હતો.
રાજકોટ શહેરના રૈયા રોડ પર રામેશ્વર પાર્ક -૨ /૫ કોર્નર પર આવેલા ધીરજ રેસીડેન્સી મા સંયુક્ત પરીવાર ની ગૃહલક્ષ્મી નિકીતા જોષી અને નિધી જોષી નામની બંને જેઠાણી અને દેરાણી એ પોતાના આંગણે ભાદરવા ના પ્રારંભે દુંદાળાદેવને પોતાના આશિયાને પરીવાર સગા સ્નેહીજનો અને પાડોશીઓ સાથે વાજતેગાજતે સામૈયા કરી ગણપતિ બાપ્પા ને ધાર્મિક વિધિ પ્રમાણે તેડાવી બાપ્પાનુ સ્થાપન કરી સળંગ ૧૧ દિવસ દરમિયાન પુજન અર્ચન અને આરતી આરાધના કરી હતી. હિંદુ શાસ્ત્રો અનુસાર શનિવારે બાપ્પાને મૂળ સ્થાને થી વિસર્જીત કરવાની સામાન્ય રીતે પરંપરા રહી છે. એ મુજબ બપોરે બાપાનુ મૂળ સ્થાનથી ઉથાપન કરી ગણેશજી ને ગૃહ થી બહાર લાવી આંગણે લાવી ધાર્મિક વિધિ પ્રમાણે સ્નાન આદી પુજન કરી જળ સમાધી આપવા પધરાવવા ને બદલે ફરી આશિયાને પુજા સ્થાને કાયમ પુજા કરવા બાપ્પાને બિરાજમાન કરી ધાર્મિક અનુકરણ કરવા ની પરંપરા ત્યજી ધાર્મિક દૃષ્ટિએ ઉત્તમ માર્ગ પસંદ કરી બંને  સદગૃહિણીએ પરીવાર ના વડીલોના આશિર્વાદ સાથે બાપાને વિદાય ને બદલે હરખભેર મંદિરમા પધરાવી ધર્મ નો અનુસરવા જેવો સરાહનીય કેડો કંડાર્યો હતો.