મોરબીમાં વર્ષ ૨૦૧૩ ના ગુનામાં મુખ્ય આરોપીને જોડવાની અરજી મંજુર કરતી મોરબી સેશન્સ કોર્ટ

Advertisement
Advertisement

મોરબીમાં વર્ષ ૨૦૧૩ માં બનેલા ગુનાના કામે મુખ્ય આરોપીને જોડવાની અરજી મોરબી સેસન્શ કોર્ટમાં કરવામાં આવી હતી જે અરજીને કોર્ટે મંજુર કરી છે

કેસની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૩ માં ભોગ બનનાર દિપેશભાઇનું રૂ ૬૦ લાખની ઉઘરાણીમાં અપહરણ કરવામાં આવ્યું હતું જે અંગે ભોગ બનનારના પત્ની નિશાબેને ફરિયાદ નોંધાવી હતી કેસમાં મૂળ સાવ્યો સિરામિક વાળાઓએ જે તે સમયના તપાસ કરનાર અમલદાર સાથે મિલાપીપણું કરી ભોગ બનનારનું ખોટું સોગંધનામું કરાવી મૂળ આરોપીને બચાવવા નામદાર કોર્ટમાં વર્ગ સી-સમરી દાખલ કરી હતી જે મૂળ ફરિયાદીનો પુરાવો ધ્યાને લઈને નામદાર કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૬ માં સમરી નામંજૂર કરી વધુ તપાસ સાથે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો છતાં વધુ તપાસમાં પણ મૂળ આરોપીને છાવરી ફક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી હતી કેસમાં ફરિયાદી અને અન્ય સાહેબ બાદ ભોગ બનનાર દિપેશભાઇની જુબાની નામદાર કોર્ટ રુબરૂ લેવાયા બાદ મૂળ ફરિયાદી તરફે સાદર ગુનાના મુખ્ય આરોપીને ગુનાના કામે જોડવા અરજી કરી હતી જેમાં નામદાર સેસન્સ કોર્ટ, મોરબી દ્વારા મૂળ ફરિયાદીના વકીલ હિરલ આર નાયકની લેખિત અને મૌખિક દલીલો સાંભળી સેસન્સ કોર્ટ મોરબી દ્વારા ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને જોડવા હુકમ ફરમાવેલ છે

મૂળ ફરિયાદી તરફે વકીલ હિરલ આર નાયક દ્વારા કેસના સંજોગો અને કાયદાકીય જોગવાઈઓ તથા વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને રાખી ધારદાર દલીલો કરી હતી જેને આધારે નામદાર કોર્ટ ફરિયાદ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી જીજ્ઞેશભાઈ ધર્મેશભાઈ મેથાણીયા સાવ્યો સિરામિક વાળા, ધીમંતભાઈ અમૃતલાલ મેથાણીયા અને શામજીભાઈ નાગરભાઈ મેથાણીયાને આરોપી તરીકે જોડવા સેસન્સ કોર્ટ મોરબી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે