મોરબીના ચકચારી આપઘાત કેસમાં અગાઉ પોલીસ કર્મચારીના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા જે કેસમાં વધુ એક આરોપીને આગોતરા જામીન મળ્યા છે
મોરબી બી ડીવીઝનમાં ફરિયાદી જીગ્નેશભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈ નીલેશભાઈએ પોતાની ઓફિસમાં જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો વ્યાજના પૈસાના દબાણને કારણે આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ૧૧ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં આરોપી રુશીભાઈ મહેતાએ મોરબી એડી સેસન્સ જજ મિત્તલ આર નાદ્પરાની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબીના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર જાડેજા અને એડવોકેટ મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરતા આરોપી ઋષિભાઈ મહેતાના વકીલની દલીલોને ધ્યાને લઈને સેન્સસ જજ નાગપરા સાહેબે આરોપીને રૂ ૫૦,૦૦૦ ના આગોતરા જામીન પર શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે


