ટંકારામા મકના ની મહોલ્લા મા યુવાનો એ ગાંઠ ના ગજવે બાપ્પા નેં પંડાલમા તેડાવ્યા છે.

Advertisement
Advertisement

ટંકારાના યુવાનો ધર્મ ને ઝળહળતો રાખવા સતત પ્રયાસો કરે છે.

ટંકારામા શહેરના યુવાનો એ ગણપતિ બાપ્પા ને તેડાવ્યા છે. નગર ની મેઈન બજારમાં આવેલ સોની મહાજનના મહોલ્લા ની મકના ની શેરી મા મકનાની યુવા મિત્રોના ગૃપ દ્વારા ગણપતિ બાપ્પા નો પંડાલ બનાવી વિઘ્નહર્તા ગણેશજીની ગણેશ ચતુર્થી ના દિવસે સ્થાપના કરી દરરોજ વહેલી સવારે આરતી બપોરે રાજભોગ દર્શન સંધ્યા સમયે મહાઆરતી અને ગણપતિ ની ધુન રેલાવવામા આવે છે. યુવા મિત્રો દ્વારા સ્થપાયેલ ગણપતિ પંડાલ મા શહેરના અનેક ધાર્મિક લોકો ઉત્સવ મા સહભાગી થઈ દર્શનાર્થે આવી બાપ્પાને શિશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. સોમવારે દુંદાળાદેવને છપ્પન ભોગ ધરાવી નગરજનોએ ના દર્શન નો અલભ્ય લાભ લીધો હતો. અહીંયા ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ ફંડફાળો કરાતો નથી. ભગવાન સન્મુખ કોઈ ભાવિકો દ્વારા સ્વૈચ્છિક ભેટ ધરાઈ તે ધાર્મિક કાર્ય મા ખર્ચ કરી યુવાનો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પોતાના ગાંઠ ના ગજવે સરાહનીય ધાર્મિક કાર્યો દિપાવી હિંદુ ધર્મ અને પ્રાચિન સંસ્કારો અને સંસ્કૃતિ નુ જતન કરી રહ્યા છે. શનિવારે ગણપતિ વિસર્જન કરવામા આવશે.