ટંકારા હાઈવે પર થયેલી આંગડીયા લુંટના આરોપીઓ પાસેથી રીકવર થયેલા રૂ.૬.૫૦ લાખ ફરીયાદી ને પરત કરાયા.

Advertisement
Advertisement

તેરા તુજકો અર્પણ અંતર્ગત ૯૦ લાખ ની લુંટ પૈકીના કુલ ૭૯ લાખ રૂપિયા પોલીસ દ્વારા રીકવર કરી ભોગ બનેલા ફરીયાદી ને ચુકવાયા

આજથી સવા ત્રણ મહિના પૂર્વે ટંકારા નજીક હાઈવે પર થયેલી રૂપિયા ૯૦ લાખ ની દિલધડક આંગડીયા લુંટ ના બનાવ બાદ ત્વરીત ગતિએ બનાવની ગંભીરતા પારખી ને હરક્ત મા આવેલી પોલીસે લુંટ પ્રકરણમા સંડોવાયેલા નવ પૈકી સાત શખ્સોને કુનેહપૂર્વક ગણતરીના દિવસોમા એક પછી એક પકડી પાડયા બાદ લુંટ પૈકી ની માતબર રકમ રીકવર કરી લઈ  કાયદાની જોગવાઈઓને અનુસરી રીકવર કરેલી રકમ પૈકીના રૂપિયા સાડા છ લાખ ભોગ બનનાર ને તેરા તુજકો અર્પણ હેઠળ જીલ્લા પોલીસ વડા ની હાજરીમા ચુકવ્યા હતા. જોકે, અગાઉ આ પૈકી ના ૭૨.૫૦ લાખ આ રીતે ચુકવાઈ ચુકાયા હોય આમ કુલ રૂપિયા ૭૯ લાખ રીકવર કરી પોલીસે ચુકવી આપ્યા હતા.
આજથી સવા ત્રણ મહિના પૂર્વે ગત તા. ૨૧ મે ના સાંજે રાજકોટ થી મોરબી જવા હાઈવે પર નિકળેલી આંગડીયા કાર ને રેકી કરી ને અકસ્માત સર્જી ટંંકારા પાસે આવેલી હોટલ ખાતે કોર્ડન કરી વટભેર રૂપિયા ૯૦ લાખ રોકડા ભરેલા થેલા ની લુંટ ચલાવાઈ હતી. લુંટ ના બનાવ ની જાણ થતા જ જીલ્લાભર ની પોલીસે તાબડતોબ ઘેરો ઘાલી બે ને થોડે દુર થી ઝડપી પાડ્યા બાદ સમયાંતરે લુંટ મા સંડોવાયેલા નવ પૈકી સાત ને પકડી પાડી લુંટ ના ૭૯ લાખ જેવી માતબર રકમ લુંટારા ઓના કબ્જા માથી પોલીસે ઓકાવી લીધી હતી. કબ્જે કરાયેલી લુંટ ની રકમ લુંટ નો ભોગ બનનાર આંગડીયા પેઢીના ઓનર નિલેશ ભાલોડી ને કાયદાની જોગવાઈઓને અનુસરી પરત કરવા તેરા તુજકો અર્પણ હેઠળ અગાઉ રૂપિયા ૭૨.૫૦ લાખ ચુકવી દીધા બાદ પાછળ થી રીકવર થયેલા રૂપિયા ૬.૫૦ લાખ બદલી થી નવા આવેલા મોરબી જીલ્લા પોલીસ વડા પટેલ ની ઉપસ્થિતિ મા ડીવાયએસપી સમીર સારડા અને ટંકારા પો.ઈ. છાસીયાએ ફરીયાદી ને પરત કર્યા હતા. આમ, કુલ રૂપિયા ૭૯ જેવી માતબર રકમ ભોગ બનનાર ને પરત ચુકવણી કરાઈ હતી.