મોરબી:ચકચારી આપઘાત કેશ માં પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ના આગોતરા જામીન મંજુર

બનાવની ટુક માં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પો. સ્ટે. ગુ. રજી. નંબર ૧૧૧૮૯૦૦૪૨૫૧૧૫૩/૨૦૨૫ બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ની કલમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ ની ફરીયાદા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા નાઓએ મોરબી બી ડીવી. પો. સ્ટે. માં એવી ફરીયાદ આપેલી હતી કે તેનો ભાઈ નીલેશભાઈ એ પોતાની ઓફીસ માં જંતુનાશક દવા પી જઈ અને કુલ ૧૧ આરોપીઓ સામે વ્યાજ ના પૈસા ના દબાણ ના કારણે આપઘાત કરી મરણ ગયેલ હોય તે મતબલ ની ફરીયાદ જાહેર કરેલ છે અને સદર ફરીયાદ ના કામે યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પો. કોન્સ્ટેબલ નુ પણ આરોપી તરીકે નામ આપેલ હોય જેથી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નાઓએ મોરબી એડી. સેશન્સ જજ શ્રી મીતલ આર. નાગપરા સાહેબ ની કોર્ટ માં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબી ના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત આગોતરા જામીન અરજી કરતા આરોપી યોગીરાજસિંહ ના વકીલ શ્રી મનીષ પી. ઓઝા એ નામ. ગુજ. હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ઘારદાર દલીલ કરતા મોરબી ના સેશન્સ જજ શ્રી નાગપરા સાહેબે આરોપી યોગીરાજસિંહ ને રૂા. ૫૦,૦૦૦/- ના આગોતરા જામીન ઉપર શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે.


