ટંંકારા જામનગર હાઈવે પર ઓવરબ્રિજ મરામત માટે ભરાયેલો ચિંટીયો કામિયાબ, મરામત શરૂ કરાઈ.

Advertisement
Advertisement

નદી પર બંધાયેલા પુલો સમયસર મરામત અને માવજતની ખામી ને કારણે રાજ્ય મા અનેક પુલો તુટી પડવાના બનાવો બન્યા અને  દેશભર મા કંપારી છુટે એવી ગંભીરા બ્રિજ ની ગોઝારી ઘટના ઘટ્યા બાદ કુંભકર્ણ નિંદ્રામાથી જાગેલી સરકારે તબેલામાથી ઘોડા છુટી ગયા પછી આદેશ વછોડી આવા બ્રિજ ની ક્ષમતા ચકાસવા ખાસ ટીમો દોડાવી થોડાક દિવસ સુપરવિઝન નુ ડીંડક પણ હલાવ્યુ હતુ. જેમા ટંંકારા જામનગર હાઈવે પર આવેલા ખાખરાળા ગામ પાસે આજી નદી ના ઓવરબ્રિજ નુ નિરીક્ષણ કરી સબ સલામત ની કલિનચીટ જવાબદાર તંત્ર એ મોકલી આપી હોવાનુ જાણ્યા બાદ ટંંકારા ના કોંગ્રેસના વજનદાર પાટીદાર અગ્રણીએ બ્રિજ ના કાંગરા ખરી રહ્યા હોવાના સચિત્ર પુરાવા સાથે તંત્રના રીપોર્ટ ના ધજીયા ઉડાવી રજુઆત કરી હોવાનો અહેવાલ ગત તા ૫ ઠી ઓગસ્ટે મોરબી લાઈવ મા પ્રકાશિત કરતા નિંભર તંત્ર ને રેલો આવ્યો હતો અને હાલ આજી નદી પર ના પુલ ની રૂપિયા ૮૩ લાખ ના ખર્ચે મરામત કામ શરૂ કરી હાઈવે ડાયવર્ટ કરાયો છે.
ટંંકારા જામનગર હાઈવે પર ટંંકારા તાલુકાના ખાખરાળા ગામ નજીક આજી નદી પર જામનગર સ્ટેટ દ્વારા મસમોટો ઓવરબ્રિજ બાંધવા મા આવેલ છે. રાજાશાહી વખતના આ મેગા પુલ ઉંમરના તકાજે ખળભળી ગયો હોવાનુ નજરે જોનારા ને પ્રથમ નજરે જ દેખાઈ આવે છે. તેમ છતા માર્ગ મકાન વિભાગ તંત્રે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હાથ ધરાયેલ નિરીક્ષણ મા દલા તરવાડી બની ઓવરબ્રિજ હજુ હાલે એમ છે. એવુ સર્ટીફિકેટ તંત્રે જાતે જ સરકાર ને મોકલી આપ્યુ હોવાના આક્ષેપ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસના પાટીદાર સમાજના વજનદાર અગ્રણી મહેશ રાજકોટીયા ના ધ્યાને આવતા તેઓ બ્રિજ ની રૂબરૂ મુલાકાતે પહોંચી પુલની નીચે ઉતરી નિરીક્ષણ કરી તસવીરો ખેંચી પુલ ઉપર પસાર થનારા અનેક નિર્દોષ વાહનચાલકો મુસાફરો ને જીવતા જળ સમાધી આપે એવા દૃશ્યો હોવા છતા નફ્ફટ તંત્રે આપેલા રીપોર્ટ સામે આશંકા વ્યક્ત કરી તંત્રને ચિંટીયો ભરી સતત ધમધમતા હાઈવે પર ગોઝારી દુર્ઘટના ઘટનાની આશંકા તંત્ર ના પાપે ઘટે એવા ખતરાની ઘંટડી વગાડી ઉચ્ચ કક્ષા સુધી  રજુઆત કરી હોવાના સચિત્ર અહેવાલ ગત તા.‌૫ મી ઓગસ્ટે Morbi live એ પ્રકાશિત કરતા જ જાડી ચામડીના તંત્ર ને રેલો આવ્યો હોય એમ તાબડતોબ હાઈવે પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરી હાઈવે માળીયા અને મિતાણા તરફ વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગ રૂપે ડાયવર્ટ જાહેર કરી ઓવરબ્રિજ મરામત કામગીરી આરંભી દેવા મા આવી છે. ઓવરબ્રિજ મરામત માટે રૂપિયા ૮૩ લાખ ના ખર્ચ ની જોગવાઈ કરી ત્રણ મહિના મા કામગીરી પૂર્ણ કરવાનુ તંત્રે જાહેર કર્યુ હતુ.તંત્રના જવાબદાર દાવો કરે છે કે, બ્રિજ ના નવીનીકરણથી બ્રિજની મજબુતાઈ અને ટકાઉપણુ વધારવા માટે અનેક મહત્વની પ્રક્રિયાઓ હાથ ધરવામા આવશે. જેમા, ગન્ટીંગ (Gunting), એક્સપાન્શન જોઈન્ટ (Expansion Joint) અને બેરિંગ રીટ્રોફિટ (Bearing Retrofit) જેવા કામો કરવામા આવશે. જોકે, કોંગ્રેસના મહેશ રાજકોટીયા દ્વારા પુલનુ જાત નિરીક્ષણ કરી જર્જરીત હોવાના ફોટા વાઈરલ કરી તંત્ર ને ઢંઢોળવુ પડે એ તંત્ર ની નિંદા કરવા માટે શબ્દો ખુટે છે.