
ટંકારા શહેરના પછવાડે આવેલી ગાયત્રીનગર સોસાયટીના છેવાડે રાત પડે ને પતા ટીંચાતા હોવાનુ પોલીસના કાને પડતા સ્થાનિક પોલીસ કાફલો જયા જાહેર મા ગંજીપો ચીપાતો હતો ઈ અખાડે ત્રાટક્યો હતો અને સ્થળ પર થી નવ શખ્સો ને રૂપિયા ૮૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
ટંકારા શહેરની પછવાડે આવેલી ગાયત્રીનગર સોસાયટીના છેવાડે રાત પડે ને જુગારીયાઓ પતા ટીંચવા એકઠા થતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મળતા સ્થાનિક પોલીસ ઈન્સ્પેકટર કૃણાલ છાસીયા, સુરેશભાઈ સોસા, વિજયભાઈ ચાવડા,બળવંત દેગામા સહિતનો પોલીસ કાફલો બાતમી વાળા ઠેકાણે ત્રાટક્યો હતો. પોલીસ ને જોઈ ઘડીક વાર ગંજીપો ચિપતા પતા પ્રેમીઓ થીજી ગયા હતા. પોલીસે સ્થળ પર થી રોકડા રૂપિયા ૮૬,૮૫૦/- સાથે નવ શખ્સોને જુગારધારા હેઠળ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
—————————————————————————
જુગાર રમતા પકડાયેલા શખ્સોની નામાવલી
રાજેશ નાનજી બારૈયા રહે. દ્વારકાધીશ જીન પાસે ટંકારા, મહેમુબ ગની પીલુડીયા રહે. મફતીયાપરા, ટંકારા.
નાશીર હુશેન મેસાણીયા રહે.સંધીવાસ, ટંકારા,
આસીફ હાજી જુણાચ રહે. મેમણશેરી, ટંકારા,
અવેશ આદુ અબ્રાણી રહે.સરકારી હોસ્પીટલ સામે, ટંકારા. ઉસ્માન ગની મકવાણા રહે. સંધીવાસ ટંકારા,
જગદીશ નાનજી વાઘેલા રહે.પીઠડ તા.જોડીયા
દેવજી રમેશ ખાંભડીયા રહે. વાવડી રોડ, મોરબી.
અજય વિરજી વાઘેલા રહે. નદીકાંઠે.ટંકારા.


