ટંકારા: નવરાત્રી પૂર્વે શહેરના માર્ગો મરામત કરી સ્વચ્છ સુઘડ અને સ્ટ્રીટ લાઈટ ફોલ્ટ રીપેર કરવા માંગણી.

Advertisement
Advertisement

શહેરના બે યુવા અગ્રણીએ ધર્મ ના મર્મ નો મલાજો જાળવવા હિંદુ ધર્મના આરાધના ના પર્વ પૂર્વે આગોતરા પાલિકા ને ઢંઢોળી

આગામી દિવસોમા હિંદુ ધર્મ ના મહાપર્વ નવરાત્રી નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સળંગ નવ રાત્રી સુધી મા ભગવતી ની આરાધના કરવા નગર ના ચોકે ચોકે ગરબી મંડળ મા બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ ગરબા રમવા આવશે ત્યારે ટંકારા શહેરમા તમામ રોડ રસ્તાઓ સ્વચ્છ સુઘડ કરવા દરરોજ સાફ સફાઈ કરવા ઉપરાંત, ઉબડખાબડ રસ્તા મરામત કરી માર્ગો અને ગરબી મંડળ ના તમામ ચોક મા વિજળીના તમામ થાંભલા ની લાઈટો નવરાત્રી મહોત્સવ દરમિયાન ઝળહળતી રહે એની તકેદારી રાખવા શહેરના યુવાનો એ નગરપાલિકા ને લેખિત રજુઆત કરી આગોતરા આયોજન કરવા આગોતરા ઢંઢોળ્યા હતા.
આગામી મહિને હિંદુ ધર્મના આરાધના ના પર્વ ગણાતા નવરાત્રી નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મા ભગવતી ના ગુણલા, ગરબા અને આરતી થકી ભક્તિ ઉજાગર કરવા માટે દરરોજ સળંગ નવરાત્રી સુધી ભક્તિભાવ પૂર્વક માઈ વંદના કરવા દરેક પરીવારો મા અનેરો ઉત્સાહ હોય છે. ટંંકારાના યુવા અગ્રણી ભાવિન સેજપાલ અને રણજીત ગઢવી એ નગરપાલિકા ને નવલા નોરતાના મહાપર્વ પૂર્વે આગોતરા ઢંઢોળી લેખિત માંગણી કરી હતી કે, નવરાત્રી દરમિયાન બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ શહેરની ગરબી મંડળ મા ગરબે રમવા માટે મોડી રાત્રી સુધી ઘર બહાર નિકળતી હોવાથી નગરના દરેક ચોક મા યોજાતી ગરબીઓના ચોક ઉપરાંત માર્ગો ઉપર ના તમામ વિજળીના થાંભલાઓ પર ની લાઈટો ખાસ રીપેર કરી ઝળહળતી રહે એની તકેદારી રાખવા ઉપરાંત, નવરાત્રી પૂર્વે નગરના તમામ માર્ગો મરામત કરી દરરોજ નિયમિત સફાઈ કરી સ્વચ્છ અને સુઘડ બનાવવા મા ભગવતી ના સળંગ નવ દિવસ રાત ના મહા પર્વ પૂર્વે ધાર્મિક પર્વ નો મર્મ સમજી તંત્ર ને આગોતરૂ આયોજન કરવા ઢંઢોળ્યા હતા.