મોરબીમા શિક્ષક પતિના નાણા થી વકિલ પત્ની એ ખરીદેલી ઓફિસ વેંચવા સામે કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો.

Advertisement
Advertisement

 

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા શિક્ષક ની એલએલબી પત્નીએ વકિલાત ની પ્રેક્ટિસ માટે ઓફિસ ખરીદવા પતિ પાસે નાણા ની માંગણી કરતા પતિએ સંયુક્ત દસ્તાવેજ કરવાની શરતે રૂપિયા સાડા ત્રણ લાખ ચેક થી પત્ની ને ચુકવ્યા હતા. બાદ મા પતિ પત્ની વચ્ચે ખટરાગ થતા બંને અલગ થયા હતા.અને પત્ની પિતાના ઘરે રહેતી હોવાથી પતિએ સંયુક્ત માલિકીની ઓફિસ અંગે દસ્તાવેજ માંગણી કરતા પત્ની એ જે તે સમયે ઓફિસ નો દસ્તાવેજ પોતાના એક ના નામે નોંધણી કરાવી લીધો હોવાનુ જાણવા મળતા પતિએ પોતાની સાથે છળકપટ થયાની પ્રતિતિ થતા સંયુક્ત માલિકીની મિલકત પત્ની વેંચાણ ન કરી શકે એ માટે પોતાના વકીલ મારફત કોર્ટમા અરજી દાખલ કરતા મોરબી કોર્ટે દાવા નો ચુકાદો ન આવે ત્યા સુધી વેંચાણ પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

 

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ચેતન ભુદરભાઈ ભાલોડીયા એ મોરબી કોર્ટ મા તેમના વકીલ નિશાબેન વડસોલા મારફતે પોતાની પત્ની એ મોરબીમા ખરીદેલી ઓફિસ મા પોતાનુ આર્થિક હિત સમાયુ હોવાથી પત્ની મિલકત બારોબાર વેંચાણ ન કરી શકે એ માટે કોર્ટમા દાવો દાખલ કરીને મનાઈ હુકમ ની માંગણી કરી હતી. શિક્ષકે કોર્ટ સમક્ષ રજુ કરેલી દાવા ની અરજી પ્રમાણે પોતાની પત્ની ઉર્મિલાબેન હરખજીભાઈ ટેટીયા સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ પત્ની એલએલબી સુધીનો અભ્યાસ કરેલ હોવાથી મોરબીમા પત્નીએ વકિલાતની પ્રેક્ટિસ કરવા ઓફિસ કરવી હોવાથી મોરબીના વજેપરમા નવા બનેલા કોમર્શિયલ બિલ્ડીંગ મા રૂપિયા ૬.૧૪ લાખ ના દસ્તાવેજી કિંમત પ્રમાણે પત્ની ને ગત તા. ૨૦/૫/૨૦૨૧ ના રોજ ચેક થી રૂપિયા સાડા ત્રણ લાખ ચુકવી પતિ પત્ની ના નામે સંયુક્ત દસ્તાવેજ બનાવવાની શરતે નાણા ચુકવ્યા હતા. બાદ મા પત્નીએ ગત તા.૨૮/૬/૨૦૨૧ ના રોજ પોતાના એક જ નામે દસ્તાવેજ નોંધણી કરાવી લીધો હતો. જે તે સમયે પત્ની એ સંયુક્ત ઓફિસ ની શરત હોવા છતા એકલા ની માલિકી નો દસ્તાવેજ કરાવી લઈ છળકપટ કર્યુ હોવા છતા પત્ની હોવાના નાતે જતુ કર્યુ હતુ. જોકે, સમય જતા પતિ પત્ની ને દામ્પત્યજીવન મા અણબનાવ બનતા ખટરાગ વધતા અંતે બંને અલગ થયા હતા અને હાલ પત્ની ઉર્મિલાબેન તેના મોરબીના મહેન્દ્રનગર રહેતા તલાટી પિતા સાથે રહેતા હોવાથી માસ્તરે પત્ની સંયુક્ત માલિકીની ઓફિસ પોતાના નામે દસ્તાવેજ હોવાથી બારોબાર વેચી મારે નહીં એ માટે કોર્ટમા પત્ની ની માલિકી ની મિલ્કત ઓફિસ મા પોતાના અસીલનુ આર્થિક હિત સમાયુ હોવાની વકીલ નિશાબેને દાદ માંગતા મોરબી ના એડીશન સિવિલ જજ ચાંદનીબેન જાડેજા એ દાવા નો આખરી નિકાલ ન આવે ત્યા સુધી મિલકત વેચવા કે અન્ય કોઈ ને તબદીલ કરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો.