ટંકારા: મગરની પીઠ જેવો સ્મશાન રોડ તાકિદે મરામત કરી ખાબોચીયા ઉલેચી ખદબદતી બદી દુર કરવા આપ ની માંગણી.

Advertisement
Advertisement

 

 આમ આદમી પાર્ટીએ પાલિકા ને લેખિત રાવ કરી વિસ્તાર ને નર્કાગાર મુક્ત કરવા અલ્ટીમેટમ પાઠવ્યુ.
ટંકારા શહેરની પછવાડે આવેલા ખિજડીયા ચોકડીથી સ્મશાન સુધી નો મગર ની પીઠ જેવો માર્ગ સત્વરે બનાવવા અને ઠેર ઠેર પડેલા ભોરીંગ જેવા ખાડા થી શાળાએ જતા ભૂલકાઓને અકસ્માત સર્જાવા ઉપરાંત પાણી ના ખાબોચીયા ભરાઈ રહેતા કાદવ કિચડ નો જમેલો જામતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત વ્યકત કરી તાકીદે રોડ મરામત કરવા અને કચરો ઉસેડવા માટે આમ આદમી પાર્ટીએ નગરપાલિકા ને જન આરોગ્ય જોખમાય એ પૂર્વે પગલા લેવા માંગણી કરતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
ટંકારા તાલુકાના આંતરીક રોડ રસ્તા લાંબા સમયથી તુટી પડ્યા હોય પરંતુ ઉબડખાબડ માર્ગો પ્રત્યે જવાબદારો આંખ આડા કાન કરી મરામત કરતા ન હોવાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનુ કાયમી બન્યુ છે. શહેરની ખિજડીયા ચોકડીથી સ્મશાન તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી તુટી ને મગર ની પીઠ જેવો બની ગયો હોય માર્ગ મા અનેક મસ મોટા ગાબડા થી શાળાએ જતા ભૂલકાઓને અકસ્માત સર્જી જીવ જોખમાવાની ભિતી હોય ઉપરાંત પાણીના ખાબોચીયા ભરાયા હોવાથી કાદવ કિચડ ના થર જામ્યા છે. પરીણામે કિચડ ઠેર ઠેર ગંદકીના ગંજ થી રોગજન્ય માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય અહીંયા થી પસાર થવુ દુષ્કર બન્યુ છે. અહીંયા નર્કાગાર ની સ્થિતિ સર્જાઈ હોવાથી રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરી ટંંકારા આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમ ગોસરા, શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા, ધર્મેન્દ્ર કક્કડ, રાજુ રૈયાણી સહિતનાઓએ નગરપાલિકા ને આવેદનપત્ર પાઠવી તાકિદે માર્ગ મરામત કરવા અને ગંદકી ઉકરડા ઉસેડી જન આરોગ્ય જોખમાય એ પૂર્વે દવા છંટકાવ કરવા માંગણી ઉઠાવી હતી.