ટંકારા તાલુકાના હમીરપર, નેકનામ, હડમતીયા, લજાઈ, ભૂતકોટડા, જબલપુર, કલ્યાણપર સહિતના તમામ ગામડાઓમાં મેઘ મહેર.

રાજ્યભરમા વરસાદ ની આગાહી પ્રમાણે ટંકારા મા શનિવારે દોઢ ઈંચ વરસાદ નોંધાયા બાદ રવિવારે વધુ બે ઈંચ વરસાદ પડ્યો હતો. ધીંગા વરસાદ થી ખેતરોમા ઉભેલા મોલ ને પાણ નો અભિષેક થતા હરીયાળી છવાઈ ગઈ હતી. શહેરની ડેમી નદી છલકી ગઈ હતી. લોકો ભારે ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા.

રાજ્યમા વરસાદ પડવાની સિસ્ટમ સક્રિય થયાના અહેવાલ મુજબ વરસાદ પડવાની આગાહી વચ્ચે ટંકારા મા મેઘરાજા એ શનિવારે સવારથી જ આગમન ના એંધાણ આપી દીધા હતા. અને દિવસભર સુરજદાદા વાદળો વચ્ચે છુપાઈ રહ્યા બાદ દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા સતત વરસ્યા રહીને દોઢ ઈંચ (૩૫ મીમી) પડયા બાદ રવિવારે વધુ બે ઈંચ વરસાદ પડતા બે દિવસ મા સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીંયા સીઝન નો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ હાલ નોંધાઈ ચુક્યો છે. શહેરના પાદર મા વહેતી ડેમી નદી ઓવરફ્લો થઈ જતા નગરજનોમા હરખની હેલી પ્રસરી ગઈ હતી. સીમ મા હરીયાળી ચાદર છવાઈ ગઈ હતી. ખેતરમા કુવા ના તળ ઉંચા આવી ગયા હતા. જોકે, હાલ નવરચિત નગરપાલિકા સેનાપતિ વગરની સેના જેવી હાલતે કામ કરતી હોય હાલ અહીંયા રેગ્યુલર ચિફ ઓફિસર દિનેશ ડામોરે ઓચિંતા રાજીનામુ ધરી દીધા બાદ જસદણના જોધપુરા ને ચાર્જ સોંપણી કરાઈ હોવાથી બબ્બે તાલુકાના કાર્યભાર વચ્ચે તેઓ નિયમિત આવી શકતા ન હોવાથી કર્મચારીઓ પણ આપખુદશાહી ભોગવી રહ્યા હોવાથી શહેરની હાલત બદતર બની હોય સ્વચ્છતા, સફાઈ નામે ભુસેડો વળી ગયો હોવાથી કચરાના ગંજ અને કાદવ કિચડ રોગચાળો નોતરે એવી દહેશત વર્તાઈ રહી છે.


