
રાજ્યભરમાંથી વરસાદ ની આગાહી પ્રમાણે ટંકારા મા શનિવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરજદાદા એ દર્શન દીધા નહોતા અને દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ પડ્યો હતો સાંજ ના છ વાગ્યા સુધીમા દોઢ ઈંચ વરસાદ પડયો હતો.
રાજ્યમા વરસાદ પડવાની સિસ્ટમ સક્રિય થયાના અહેવાલ મુજબ વરસાદ પડવાની આગાહી વચ્ચે ટંકારા મા મેઘરાજા એ શનિવારે સવારથી જ આગમન ના એંધાણ આપી દીધા હતા. અને દિવસભર સુરજદાદા વાદળો વચ્ચે છુપાઈ રહ્યા હતા. દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા સતત વરસ્યા રહીને સાંજ ના છ વાગ્યા સુધીમા દોઢ ઈંચ (૩૫ મીમી) પડયો હતો. હજુ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. અહીંયા સીઝન નો કુલ વરસાદ સાડા ઓગણીસ ઈંચ (૪૮૦ મીમી) હાલ નોંધાઈ ચુક્યો છે. જોકે, હાલ નવરચિત નગરપાલિકા સેનાપતિ વગરની સેના જેવી હાલતે કામ કરતી હોય હાલ અહીંયા રેગ્યુલર ચિફ ઓફિસર દિનેશ ડામોરે ઓચિંતા રાજીનામુ ધરી દીધા બાદ જસદણના જોધપુરા ને ચાર્જ સોંપણી કરાઈ હોવાથી બબ્બે તાલુકાના કાર્યભાર વચ્ચે તેઓ નિયમિત આવી શકતા ન હોવાથી કર્મચારીઓ પણ આપખુદશાહી ભોગવી રહ્યા હોવાથી શહેરની હાલત બદતર બની હોય સ્વચ્છતા, સફાઈ નામે ભુસેડો વળી ગયો હોવાથી કચરાના ગંજ અને કાદવ કિચડ રોગચાળો નોતરે એવી દહેશત વર્તાઈ રહી છે.


