
અખંડ ચંદ્ર સ્ફટિકના શિવલિંગની સ્થાપના દ્વારકા શક્તિપીઠના બ્રહ્મલીન પિઠાધેશ્વરે ૪૪ વર્ષ પૂર્વે કરી હતી.
રાજકોટ- મોરબી હાઈવે કાંઠે રતનપર નજીક આવેલ ચંદ્ર મૌલિશ્ર્વર મહાદેવ મંદિર મા અખંડ ચંદ્ર સ્ફટીક ના શિવલિંગ ની સ્થાપના દ્વારકા પીઠ ના પિઠાધિશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્યજી એ ૪૪ વર્ષ પૂર્વે કરી હતી.
રાજકોટ મોરબી ફોર લેન હાઈવે કાંઠે જ રતનપર ગામ પાસે લગભગ ચુમાલીસ વર્ષ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નિર્માણ પામેલુ ચંદ્ર મૌલિશ્ર્વર મહાદેવ મંદિર આવેલુ છે. મંદિરના નિર્માણ માટે દ્વારકા શક્તિપીઠ ના પિઠાધિશ્વર અને ધર્મ ધુરંધર બ્રહ્મલીન જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી જી એ આ જગ્યા પર શિવાલય નિર્માણ કરવાની જે તે વખતે ઈચ્છા વ્યક્ત કરી હતી. જગદગુરૂ ના બોલ જીલી ક્ષત્રિય પરીવારે જમીન ફાળવી હતી. અને અહીંયા દેવાધિદેવ મહાદેવ નુ મંદિર રાજવી પરિવાર ના ટંકારા નજીક ના ધ્રુવનગર સ્ટેટ ધ્રુવકુમારસિંહ જાડેજા ના યોગદાનથી નિર્માણ પામ્યા બાદ ખાસ અખંડ ચંદ્ર સ્ફટિકની શિવલીંગ ધાર્મિક વિધી કરી બ્રહ્મલીન શંકરાચાર્યજી એ પ્રસ્થાપિત કરી હતી. હાલ નમૂનેદાર સુંદર અને નયનરમ્ય કલાત્મક બની ચુકેલુ શિવાલય શિવ ભક્તોમા આસ્થાનુ અતિ પ્રિય કેન્દ્ર બની ચુકયુ છે. જાણવા મળ્યા પ્રમાણે સ્ફટિક સુર્ય અને ચંદ્ર એમ બે પ્રકાર ના હોય છે. ચંદ્ર સ્ફટિક શિતળ હોય છે. એમા, આછા ગુલાબી રંગ નો આભાસ થાય છે. જેથી આ મંદિરનુ નામ ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિર રખાયુ હોવાનુ કહેવાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હોમાત્મક રૂદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત, પરપ્રાંતમાથી શિવ ભક્તો અહીં માથુ ટેકવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. શ્રાવણમાસ ના છેલ્લા દિવસે અમાસને દિવસે તા. ૨૩ ના અહીંયા સુંદરકાંડના પાઠ તેમજ દાદાને રાજભોગ ધરાવી રાજભોગ દર્શન બાદ કાયમી ભક્ત સમુદાય માટે ભંડારો યોજાશે. અહિંયા રાજકોટ ઉપરાંત અનેક ભાવિકજનો સાંજ ની આરતી નો લાભ લેવા ખાસ પધારી ધન્યતા અનુભવે છે.


