‘ચમત્કાર ને જ નમસ્કાર’  ટંકારામા સફાઈ મુદ્દે પૂર્વ જી.પં. સદસ્યે પાલિકાને તાળાબંધી ની ચિમકી ઉચ્ચારતા તંત્ર ને રેલો આવ્યો, સફાઈ કામગીરી આરંભી.

Advertisement
Advertisement
ટંકારા શહેરમા વ્યાપક અસ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થાની બેદરકારીને કારણે શહેર બદસુરત બન્યુ હોવાની રાવ સાથે  જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને પાટીદાર અગ્રણી મહેશ રાજકોટીયા સહિતના લોકોએ સફાઈને લઈને પાલિકા સહિત મામલતદાર સમક્ષ ગંદકી ના ગંજ મુદ્દે ઉગ્ર રજુઆતો કરી બઘડાટી બોલાવી ભીંત ઉપર રૂપકડા સુશોભન લખવાને બદલે નક્કર કામગીરી હાથ ધરવા પગલા લેવા માંગણી કરી ૨૪ કલાકમા તંત્ર નક્કર કામગીરી હાથ નહીં ધરે તો પાલિકા વતી પોતે કટોરો લઈ ભંડોળ એકઠુ કરી લોકોની સુખાકારી માટે સ્વયં સેવકોની મદદથી સફાઈ કામગીરી હાથ ધરતા પૂર્વે પાલિકા ને સ્વભાવગત કામગીરી ની પ્રતિતિ કરાવી તાળાબંધી ની ચિમકી ઉચ્ચારતા ‘ચમત્કાર ને જ નમસ્કાર’ ની ઉક્તિ મુજબ તંત્રે આળસ ખંખેરી સફાઈ કામગીરી આરંભી હતી.
ટંકારાના પાટીદાર સમાજના અગ્રણી અને જીલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય મહેશ રાજકોટીયા એ શહેરની બદતર હાલત મુદ્દે ભારે કાગારોળ મચાવી અમલદારો નો રીતસર ઉધળો લીધો હતો. રાજકોટીયા એ તેમના સ્વભાવ મુજબ શહેરમા ચોતરફ ફેલાયેલી ગંદકી નો ચિતાર રજુ કરી પાલિકા તંત્ર ને આયનો બતાવ્યો હતો. મામલતદાર કચેરી જયા કાર્યરત છે. એ કચેરી ની બહાર ઉગેલા બાવળોના ઝુંડ સહિત સરકારી કચેરીઓમાં આવતા અરજદારો કેટલા પરેશાન થાય છે. અહીંયા નર્કાગાર જેવા ઉકરડા સહિતને ખસેડી સફાઈ કરવા આક્રમક રજુઆત કરી હતી. ઉપરાંત, જયા પાલિકા કચેરી ધમધમે છે. ત્યા એની જ દિવાલે દુર્ગધ થી માથુ ફાટી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય ત્યા સફાઈ ઝુંબેશ ચલાવી સ્વચ્છતા જાળવણી કરવા સાથે શહેરમાં ઠેરઠેર ગંદકી ના ખડકલા અને હાઈવે કાંઠે જામેલી ગંદકી દુર કરવા અલટીમેટમ પાઠવી આગામી દિવસોમા હિંદુઓના મહાપર્વ સાતમ આઠમ આવતી હોય જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે શહેરના રાજમાર્ગો ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ની ભવ્ય શોભાયાત્રા પસાર થવાની હોય અનેક ધાર્મિક લોકો ઉત્સવ મા જોડાનાર હોય એવા ટાંણે માંદગી મા પટકાવાની દહેશત વ્યકત કરી શહેરભર મા નર્કાગાર ની સ્થિતિ હોય ત્યારે શહેરની બદસુરત હાલત મુદ્દે ભીંત ઉપર રૂપકડા સ્લોગન ચિતરવાને બદલે નક્કર કામગીરી હાથ ધરવા માંગણી ઉઠાવી હતી. ઉપરાંત, ગંદકી અને કચરો ઉપાડવા માટે તંત્ર પાસે ભંડોળ ન હોય તો પોતે જાતે લોકફાળો કરવા કટોરો ખખડાવી ફંડ એકઠુ કરી તંત્ર ને જવાબદારી પ્રત્યે ની સુગ મુદ્દે બેનકાબ કરવાની ચેતવણી આપી ૨૪ કલાક મા જવાબદાર તંત્ર દ્વારા શહેરમાથી ગંદકી દુર કરવા અભિયાન હાથ ધરી શહેર ને સાફ સુથરૂ નહીં કરે તો નગરજનો ને સાથે રાખી નગરપાલિકા ને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારતા પ્રજાની સુખાકારી માટે આળસ દાખવતુ તંત્રે ‘ચમત્કાર ને જ નમસ્કાર’ ની ઉક્તિ પ્રમાણે આળસ ખંખેરી કામગીરી આરંભી દીધી હતી.