નજીક મા આવી રહેલ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વ અનુસંધાને ટંંકારામા ગાયત્રીનગર સોસાયટી ખાતે આર્યસમાજ (ત્રણ હાટડી) સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત કૃષ્ણ કથા નુ અદકેરૂ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા , કથા ના મુખ્ય વક્તા તરીકે કુંતેશ આર્ય એ ભગવાન શ્રી કૃષ્ણ સમયકાળ ની લોક જીવનશૈલી, કૃષ્ણ જીવન નો મહિમા, તે સમયના રીત રીવાજો સહિતના અનેક પ્રસંગો વર્ણવી શ્રોતાજનોને ભગવાન કૃષ્ણની જીવનલીલા નુ પાન કરાવ્યુ હતુ.
દરેક સ્થળે જુદી જુદી ધાર્મિક કથાઓ કરાતી હોય છે. ત્યારે ટંંકારા આર્યસમાજ સંસ્થા (ત્રણ હાટડી) દ્વારા સૌ પ્રથમ વખત કૃષ્ણ કથા નુ ધર્મ ની દષ્ટિ એ અદકેરૂ આયોજન કરી લોકોમા ધાર્મિક લાગણી પ્રજ્વલિત રાખવા સાથે કૃષ્ણકાળ ના યુગ ને જીવંત કરવા શહેરની ભાગોળે આવેલી ગાયત્રી નગર સોસાયટી ખાતે આર્યસમાજ સંસ્થા ના યુવા વકતા કુંતેશ આર્ય ને તેડાવી કૃષ્ણ કથા યોજી હતી. કથા મા ભગવાન શ્રી કૃષ્ણ ના સમયે ભગવાન શ્રી કૃષ્ણ નુ જીવન અને એ વખતે ધબકતુ લોકજીવન કેવુ હતુ એના પર પ્રકાશ પાડ્યો હતો. એ સમયે લોકો ની દિનચર્યા,કયા પ્રકારના યજ્ઞ કરવાથી થતી અસરો, વર્તમાન સમય ના શિક્ષણ સામે પાંચ હજાર વર્ષ પૂર્વે ની શિક્ષણ શૈલી, રીતરીવાજો ઉપરાંત, ભગવાન શ્રી કૃષ્ણ ના એ વખતે ધરતી પર અવતરણ વખતે ભગવાનના પરીવાર ના વંશજ ઋષિ, ક્ષત્રિય રાજાઓની ફરજો, ભગવાન ની જીવનલીલા મા ભગવાન શ્રી કૃષ્ણ ની વાસ્તવિક જીવન, પરાક્રમો, નિતિમતા, ઉન્નત માર્ગ, બુધ્ધિમાન જીવન થી સત્કર્મ કરવાના સદ વિચારો નુ સવિસ્તાર વર્ણન કથા મા તાદૃશ રજુ કરી શ્રોતાઓને ધાર્મિક કથા થી તરબોળ કર્યા હતા. આ તકે, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ભવન ના આચાર્ય રામદેવજી શાસ્ત્રીએ ભગવાન શ્રી કૃષ્ણ નુ જીવન વર્ણવી શ્રોતાઓને જીવન જીવવાની રીત સમજવા ટકોર કરી વેદો, ઉપનિષદો નુ મહત્વ અને મહાત્મ્ય સમજાવ્યુ હતુ. કૃષ્ણ કથાના યુવાન વક્તાએ સીએ થયા બાદ ધર્મ નો મર્મ સમજી આર્ય વિચારધારા સ્વિકારી અને હાલ આર્યસમાજ સંસ્થા સાથે જોડાવા સાથે બિઝનેસ ક્ષેત્રે કાર્યરત હોવાનુ આર્યસમાજના મંત્રી દેવજીભાઈ પડસુંબીયા એ જણાવ્યુ હતુ.


