ટંંકારા હાઈવે પર મિતાણા ઓવરબ્રિજ નો વનવે સર્વિસ રોડ તાકિદે પૂર્વવત કરવા આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યુ

Advertisement
Advertisement
રાજકોટ મોરબી ફોરલેન હાઈવે પર ટંંકારા તાલુકાના મિતાણા ગામે બનાવાયેલ ઓવરબ્રિજ ની સાઈડ મા આંતરીક ગામડાની અવરજવર માટે સર્વિસ રોડ બનાવાયેલ છે. પરંતુ હાઈવે બન્યો ત્યારથી સર્વિસ રોડ એક બાજુ ખેડુતો ની જમીન સંપાદન થતી હોવાથી વિવાદમા ઘેરાઈ વન સાઈડ બંધ છે. એટલે છાસવારે અકસ્માતો સર્જાવા સાથે અહીંયા થી ડાયરેક્ટ જોડાયેલા અનેક ગામડાના વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાંચેક વર્ષ થી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓ યાતના વેઠી રહ્યા છે. તેમ છતા હાઈવે ઓથોરીટી નકર કામગીરી કરવાને બદલે લોકો ની વેદના નો તાલ જોઈ રહ્યા હોય એવુ દ્શ્ય ઉપસ્યુ હોવાની રાવ સાથે આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટર ને સત્વરે સર્વિસ રોડ ચાલુ કરવા ની માંગણી કરતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
ટંંકારા આમ આદમી પાર્ટીના ટંંકારા તાલુકાના પ્રમુખ નરોતમ ગોસરા, ઉપ પ્રમુખ રાજુ રૈયાણી, શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા, યુવા પાંખના પ્રમુખ કુલદીપ ભાગીયા, પ્રશાંત ચડાણીયા સહિતનાઓએ મોરબી જીલ્લા કલેકટર કિરણભાઈ ઝવેરી ને આવેદનપત્ર પાઠવી રાજકોટ મોરબી ફોરલેન હાઈવે પર ટંંકારા તાલુકાના મિતાણા ગામે હાઈવે પર લગભગ પાંચ વર્ષ પૂર્વે બનેલા ઓવરબ્રિજ ના સર્વિસ રોડ એક સાઈડ હાઈવે નિર્માણ થયો ત્યારથી ખેડુતોની જમીન કપાત થતા વળતરની માથાકુટ ને કારણે બંધ હોવાથી અહીંયા થી પસાર થનારા વાહનચાલકો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત, વન વે સર્વિસ રોડ હોવાથી છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આવેદનપત્રમા જે ખેડુતોની જમીન કપાત જતી હોઈ એવા ખેડુતોની વળતરની રકમનુ કોકડું ઉકેલી સત્વરે માર્ગ મકાન વિભાગ નિવેડો લાવતુ ન હોવાથી હાઈવેના ઓવરબ્રિજ નીચે ટંંકારા તાલુકાના નેકનામ, રોહીશાળા, હમીરપર ઉપરાંત, પડધરી તાલુકાનુ સીધુ જોડાણ છે. ઉપરાંત, બંધ સાઈડ તરફ વાંકાનેર તાલુકાનુ સીધુ જોડાણ હોવાથી એ સાઈડના વાલાસણ, પિપળીયા સહિતના અનેક ગામડાના વાહનચાલકો અને વટેમાર્ગુઓને પ્રદક્ષિણા ફરવી પડે છે. પરીણામે પ્રજાજનો હેરાનપરેશાન થઈ રહયા છે. તેમ છતા હાઈવે ઓથોરીટી નકર કામગીરી કરવાને બદલે તમાશો જોતી હોય એવુ દ્શ્ય ઉપસ્યુ છે. આ મુદ્દે સતત વાહનોની અવરજવર વાળા ફોરલેન ના વનવે સર્વિસ સત્વરે ચાલુ કરવા માંગણી ઉઠાવી હતી.