૧૩ વર્ષ થી જુના ધાડ – લુંટ ના અલગ અલગ ગુન્હા મા નાસતો ફરતો આરોપી પોલીસ હાથે ઝડપાઈ ગયા બાદ જેલહવાલે કરાયો હતો.

ટંંકારા પોલીસ મથકમા તેર વર્ષ પૂર્વે મંદિર મા ધાડ પાડી લુંટ ના બે અલગ અલગ ગુન્હા મા સંડોવાયેલા શખ્સે ટંકારાના વકીલ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી રજુ કરવામા આવતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી ધાડ લુંટ ના આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
ટંંકારા પોલીસમા વર્ષ ૨૦૧૨-૧૩ મા મંદિર મા ધાડ પાડી લુંટ ચલાવવા સબબ બે અલગ અલગ નોંધેલા ગુન્હા મા કમલ સિંગ થાનસિંગ નામનો ગુન્હેગાર પોલીસ ને હાથ લાગતા પોલીસે જેલ હવાલે કર્યો હતો. દરમિયાન જામીન મુક્ત થવા આરોપી કમલસીંગે ટંકારા ના એડવોકેટ વિવેક વરસોડા, અમિત જાની, કેતન ચૌહાણ, દેવજી ચૌહાણ, જયશ્રીબેન સિણોજીયા, રાહુલભાઈ સહિતનાઓ મારફત સેસન્સ કોર્ટમા જામીન અરજી રજુ કરતા અદાલતે આરોપી તરફેના વકીલની દલીલો માન્ય રાખીને શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.


