ટંંકારા જામનગર હાઈવે પર આજી નદી પર બંધાયેલા બ્રિજ ની મરામત કરવા મહેશ રાજકોટીયા એ તંત્રને ચિટીયો ભર્યો, 

Advertisement
Advertisement
રાજાશાહી વખતનો પુલ દુર્ઘટના સર્જવા ની દહેશત હોવાના સચિત્ર પુરાવા આપતા પાટીદાર અગ્રણી.

નદી પર બંધાયેલા પુલો સમયસર મરામત અને માવજતની ખામી ને કારણે રાજ્યભરમાં તુટી પડવાના અનેક બનાવો બન્યા જેમા, તાજેતરમા રાજ્ય સહિત દેશભરમા કંપારી છુટે એવી ગંભીરા બ્રિજ ની ઘટના બન્યા બાદ સરકારે તબેલામાથી ઘોડા છુટી ગયા પછી આદેશ વછોડી આવા બ્રિજ ની ક્ષમતા ચકાસવા ખાસ ટીમો દોડાવી સુપરવિઝન નુ ડીંડક પણ કર્યુ હતુ. જેમા ટંંકારા જામનગર હાઈવે પર આવેલા ખાખરાળા ગામ પાસે આજી નદી ના ઓવરબ્રિજ નુ નિરીક્ષણ કરી સબ સલામત ની કલિનચીટ જવાબદાર તંત્ર એ મોકલી આપી હોવાનુ જાણ્યા બાદ ટંંકારા ના કોંગ્રેસના પાટીદાર અગ્રણીએ બ્રિજ ના કાંગરા ખરી રહ્યા હોવાનુ સચિત્ર પુરાવા સાથે તંત્રને રજુઆત કરી તંત્ર નો કાન આમળતા તંત્ર સહિત લોકો મા કામગીરી મુદ્દે ખખળભળાટ મચ્યો હતો.
ટંંકારા જામનગર હાઈવે પર ટંંકારા તાલુકાના ખાખરાળા ગામ નજીક આજી નદી પર જામનગર સટેટે બાંધેલો મસમોટો ઓવરબ્રિજ આવેલ છે. રાજાશાહી વખતના આ મેગા પુલ ઉંમરના તકાજે ખળભળી ગયો હોવાનુ નજરે જોનારા ને પ્રથમ નજરે જ દેખાઈ આવે છે. તેમ છતા માર્ગ મકાન વિભાગના તંત્રે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઓવરબ્રિજ હજુ હાલે એમ છે. એવુ પ્રમાણપત્ર આપ્યુ હોવાના આક્ષેપ સાથે ટંંકારા ના કોંગ્રેસના પાટીદાર સમાજના અગ્રણી મહેશ રાજકોટીયા ના ધ્યાને આવતા તેઓ રૂબરૂ બ્રિજ ની મુલાકાતે પહોંચી પુલની નીચે ઉતરી તસવીરો ખેંચી તંત્રનો કાન આમળી સતત ધમધમતા વાહનવ્યવહાર દરમિયાન દુર્ઘટના બનવા ની તંત્ર ને રજુઆત કરી જાનહાની થયા પછી પુલ ની મલમપટ્ટી કરશો? એવા સવાલો ઉઠાવી જાડી ચામડીના તંત્ર ને ઢંઢોળી તાકિદે રાજાશાહી વખતના પુલ ઉપર દુર્ઘટના ઘટે એ પુર્વે રીપેર કરવા માંગણી કરતા તંત્ર ની આળસ અને માનવ જીવો ને કીડા મકોડા સમજતા તંત્ર ની કાર્ય પધ્ધતિ સામે લોકોમા રોષ જન્મ્યો હતો. અને આ મુદ્દે ખળભળાટ મચ્યો હતો.