
ટંકારા તાલુકાના લજાઈ ગામે ખાનગી માલિકીનો પ્લોટ ધરાવતા જમીન માલિકે ખાનગી મોબાઈલ કંપનીને ટાવર ઉભો કરવા ભાડા પટે જમીન આપતા પાડોશી એ અહીંયા ટાવર ઉભો થવાથી આરોગ્ય જોખમાઈ શારીરીક નુકશાન થવાનુ કહેતા બંને પક્ષે ઘણા સમયથી વિવાદના બી રોપાયા બાદ વિખવાદ મારામારી મા પરીણમ્યો હતો. અને પ્લોટ ધારકના વૃધ્ધ માવતર ને ધોકા ધાર્યા ફટકારતા ભોગ બનેલા વૃધ્ધે ટંંકારા પોલીસમા પડોશી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ ગામે રહેતા અને મજુરી કામ કરતા આલાભાઈ દલાભાઈ ચાવડા નામના વૃધ્ધે ટંંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે ગામમા તેમના પુત્ર પ્રેમજીભાઈ ની માલિકી નો ખુલ્લો પ્લોટ આવેલ હોય જે તેઓએ ખાનગી મોબાઈલ કંપનીને મોબાઈલ ટાવર ઉભો કરવા માટે માસિક રૂપિયા ૧૨૫૦૦/- લેખે ભાડા કરાર પર આપ્યો હોવાથી ટાવર સ્થાપવા માંગતા હોય પરંતુ આ સ્થળ ની બાજુ મા રહેતા દીનેશભાઈ સારેસા, તેના પિતા ભલાભાઈ ગેલાભાઈ માતા રતનબેન ભલાભાઈ, પત્નિ શારદાબેન દીનેશભાઈ સહિતનાઓએ સાથે મળીને અહીંયા મોબાઈલ ટાવર નહીં ખડકવા મુદ્દે ગજગ્રાહ અને વિખવાદ સર્જ્યો હોય જે શમવાને બદલે ડખ્ખો કરી પોતાને તથા પત્ની જયાબેન ને બેફામ ગાળો ભાંડી ધોકા અને ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો. તેમજ સ્થળ ઉપરથી નાસી જવા દાટી મારી ટાવરનુ કામ અમે કરવા દેશુ નહી. કરશો તો આ જ જગ્યામા દાટી દઈશુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની રાવ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી બંને પક્ષે વિવાદના બી રોપાયા હતા.


