ટંકારા: ઓટાળા ગામે લોકભાગીદારીથી પીએચસી દ્વારા મફત મચ્છરદાની વિતરણ કરવામા આવી.

Advertisement
Advertisement
આરોગ્ય વિભાગ દ્વારા સમાજના આર્થિક સંપન્ન ઉધોગકારો સહિતનાઓની લોકભાગીદારી હેઠળ જન આરોગ્ય જળવાઈ તેની તકેદારી રાખવાની સુચના અનુસાર ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી હેઠળ ના વિસ્તારમા આવતા ઓટાળા ગામે આવેલ લેવીશ પોલીપેક ફેક્ટરી ના સહયોગથી ઓટાળા ગામ વિસ્તારમા વસતા શ્રમિક અને ખેતમજુર પરીવાર ની સગર્ભા મહિલાઓને મેલેરીયા ફેલાવતા ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે રક્ષણ આપવા માટે મચ્છરદાની વિતરણ કરવામા આવ્યુ હતુ. જેમા, સહયોગી ફેક્ટરી ના માલિકો ઉપરાંત, જીલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક મેડિકલ ઓફિસર  ડો.ડી.વી બાવરવા, મેલેરીયા અધિકારી ડો.વિપુલ કારોલીયા,  સુપરવાઈઝર જી.વી.ગાંભવા, સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર હિતેશ પટેલ, Mphw  યોગીરાજ ધાંધલીયા,આશા વર્કરસહિતનાઓની ઉપસ્થિતિમા સગર્ભા ઓ ને મચ્છરદાની વિતરણ કરવામા આવી હતી.