ખુદ જગતના નાથે જેની સેવા પુજા કરી છે. એ યોગેશ્વર મહાદેવ ના દર્શન માત્રથી ધન્યતા નો અહેસાસ થાય છે.

મિત ત્રિવેદી, ટંકારા.
દેશભરમા મહાકાલ અને હરસિધ્ધિ માતાજી સહિતના તમામ દેવસ્થાનો ને કારણે અવંતિકા નગરી તરીકે જાણીતા સુપ્રસિધ્ધ યાત્રાધામ રાજા વિર વિક્રમ ના ઉજ્જૈન ધામ મા પાંચસોથી વધુ વર્ષો પૂર્વે નુ ૫૦ ફુટ ઉંચા ડુંગરા ઉપર પ્રાચીન શિવ મંદિર આવેલુ છે. જે યોગેશ્વર મહાદેવથી ઓળખાય છે. કહેવાય છે કે, અહીંયા ભગવાન શ્રીકૃષ્ણ મહાદેવજી ની પુજા અર્ચના યોગ સાધના કરતા હોવાના પ્રમાણ જોવા મળ્યા હોય એના પર થી ભગવાન ભોળાનાથ નુ યોગેશ્વર મહાદેવ નામકરણ ભગવાન શ્રી કૃષ્ણ એ કર્યુ હોવાની લોકવાયકા છે.

હજારો વર્ષ પૂર્વે અવંતિકા નગરી ઉજ્જૈન ખાતે હાલ મા આવેલા ગુજરાતી સમાજ ના ભવન ઉપર આવેલા ડુંગરાળ વિસ્તાર મા પચાસેક ફુટ ઉંચા ડુંગરા ઉપર અતી પ્રાચીન શિવ મંદિર આવેલુ છે. યોગેશ્વર મહાદેવ તરીકે ઓળખવામા આવતા શિવજી ના મંદિરની કલાકૃતિ જોતા ઉંચી પીઠ નુ અતિ પ્રાચીન શિવલિંગ છે. કહેવાય છે કે, ખુદ જગતના નાથ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અહીંયા સ્વયંભૂ શિવલિંગ ની પુજા અર્ચના અને શીશ ઝુકાવવા પધારતા અને એ વખતે ડુંગરાળ પ્રદેશ ના એકાંત મા આવેલ ભગવાન ભોળાનાથના અતિ પૌરાણિક શિવમંદિરે દેવાધિદેવ મહાદેવજી ની સેવા પુજા અર્ચના યોગ સાધના ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એકાંત હોવાથી યોગ તપ જપ કરવા આવતા રહેતા હતા. અને ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એ જ આ શિવજી નુ યોગેશ્વર મહાદેવ નામકરણ કર્યુ હોવાનુ ઉજ્જૈનવાસીઓ કહીં રહ્યા છે. ખૂબ ઉંચાઈ પર આવેલ હોવાથી એકદમ શાંત અને એકાંત હોવાથી સાધના કરવા માટે રમણીય સ્થળ છે. શિવલિંગ સ્વયંભૂ છે. શિવ ભક્તો ની આસ્થાનુ કેન્દ્ર છે. જાણવા મળ્યા પ્રમાણે અહીંયા પ્રવેશતા જ મંદ મંદ ઠંડક ભરી પવન ની લહેરખીઓ થી કુદરતી આબોહવા નો અહેસાસ થતા તન અને મન ને શિતળતા ની અનૂભુતિ થાય છે. વર્તમાન સમયે આ શિવ મંદિર સરકાર હસ્તક હોવાથી વહીવટદાર તરીકે જીલ્લા કલેકટર હસ્તક કાર્યભાર રહે છે. અને નગર નિગમ (કોર્પોરેશન) સાર સંભાળ રાખે છે. પરંતુ તંત્ર અને સ્થાનિક રાજકીય ઉદાસીનતા થી જોઈએ એટલો વિકાસ સાધી શકાયો નથી. અને પ્રચાર પ્રસાર નહીવત હોવાથી અને ઉંચાઈ પર હોવાથી યાત્રાધામે આવતા દર્શનાર્થીઓની સંખ્યા સિમીત હોવાથી વર્તમાન સમયે મંદિરની સેવા પુજા વહીવટીતંત્ર દ્વારા ચુકવાતા ખૂબ ટુંકા પગારે ઔદિચ્ય બ્રાહ્મણ પ્રકાશભાઈ રાવલ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ખૂબ ટુંકુ સિમિત અનિયમિત વેતન ચુકવાતુ હોવાથી ગુજરાન ચલાવવુ મુશ્કેલ હોવાનુ અહીંયા નજરે નિહાળી જણાય આવ્યુ હતુ. હિન્દુ ધર્મના તમામ પવિત્ર તહેવારોના પર્વ ઉપરાંત સ્થાનિક ભાવિકજનો અહી આસ્થાભેર માથુ ટેકવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. શ્રધ્ધાળુઓ ની શ્રધ્ધાપૂર્વક ની માનતા અહીયા શીશ ઝુકાવવા થી ફળીભૂત થતી હોવાનુ આસ્થાળુઓ કહે છે. દર વર્ષે શિવરાત્રી એ દાદા ને ફરાળ નો ભોગ પ્રસાદ ધરાવી શિવભક્તો માટે ખાસ ફરાળ નો પ્રસાદ દાદા ના સાનિધ્ય મા કરાવવા ની વર્ષોથી પરંપરા જાળવી રાખવા મા આવી છે. જાણવા મળ્યા પ્રમાણે ૮૦૦ વર્ષ પૂર્વે સૌ પ્રથમ વખત જીર્ણોધ્ધાર થયા બાદ ત્રીસ વર્ષ પૂર્વે ૧૯૯૫ મા બીજી વખત મંદિર નો જીર્ણોધ્ધાર કરાયો હોવાનુ પુજારી પ્રકાશભાઈ રાવલે જણાવ્યુ હતુ. હાલ, નગરનિગમ ના કર્મચારી સુરેશ સીંગ રાજપુત મંદિર ની સુરક્ષા અને ગોપનીયતા જાળવી સ્વચ્છતા જાળવણી સહિતની સંભાળ રાખે છે. ટેકરી નીચે જ ગુજરાતી સમાજ નુ વિશાળ ભવન આવેલ છે. ગુજરાત થી યાત્રાધામ પ્રવાસે જતા ગુજરાતીઓને રહેવા જમવા માટે ઉત્તમ સ્થળ છે. ગુજરાતીઓએ પ્રવાસ દરમિયાન કુદરત ના ખોળે ભગવાન ભોળાનાથ ના દર્શન નો લાભ લેવા જેવો ખરો


