પાટીદાર સમાજના અગ્રણી રાજકોટીયા એ રાજકીય પક્ષો ને કોરાણે મુકી પ્રજાની વેદના પારખી સતત અથાગ પ્રયાસો અને લગન થી ચલાવેલી લડત અંતે રંગ લાવી…

ટંકારા મધ્યે પસાર થતા હાઈવે પર ખડકાયેલા ઓવરબ્રિજ ઉપર ફીટ કરાયેલી લાઈટો વારંવાર હાઉકલી કરી રીસાઈ જતી હોવાની અને શોભા ના ગાંઠીયા ની જેમ લટકાવી રાખી હોવાની નગરજનો કાયમ કાગારોળ કરવા છતા આ મુદ્દે જાડી ચામડીના જવાબદારો અને શાસકપક્ષ ના બની બેઠેલા નેતાઓ ના પેટ નુ પાણી ક્યારેય હલ્યુ હોવાનો અહેસાસ ની અનુભૂતિ પછી પ્રજાજનો રાજકીય પક્ષ ના પોતાની જાતને આગેવાન માનનારાઓને કાગળ ના વાઘ માની રજુઆત કરવાનુ ટાળી દીધુ હતુ. એવા સમયે પાટીદાર અગ્રણી એ લોકો ની વેદના સમજી અંગત રસ દાખવી લાઈટો ચાલુ કરાવતા લાંબા સમયથી છવાયેલા અંધારા અંતે ઉલેચાયા હતા.
પ્રજાને પરાણે વિકાસ ના ચશ્મા પહેરાવવામા સુરી સરકારે ટંંકારા ખાતે હાઈવે પર નિર્માણ કરેલા ઓવરબ્રિજ પર ખોડાયેલી લાઈટો વારંવાર હાઉકલી કરી રીસાઈ જતી હોવાની કાયમ કાગારોળ મચવા છતા જાડી ચામડીના જવાબદારો અને સતા પક્ષના નેતાઓને શહેરમા કાયમ છવાયેલા અંધારા દેખાયા ન હોવાનુ નગરવાસીઓ અનુભવી ચુક્યા બાદ નેતાઓને કાગળ ના વાઘ હોવાનુ સમજી રજુઆતો બહેરા કાને અથડાતી હોવાથી મુક બધિર બની ચુકી હતી. એવા ટાંકણે શહેરના પાટીદાર અગ્રણી મહેશ રાજકોટીયા નો અંતરાત્મા પ્રજાની વેદનાથી વલોવાયો હોય એમ એણે આ મુદ્દે એકલપંડે સતત લડત ચલાવી રાજકીય આકાઓને નેવે મુકી જન વેદના સમજી હાઈવે ઓથોરીટી ના કોન્ટ્રાકટર અને નગરપાલિકા ઉપરાંત વિજ તંત્ર સાથે પોતાનો કામધંધો ત્યજી છેલ્લા પંદર દિવસ સતત રૂબરૂ ટેલિફોનિક અને સંકલન સાધી ઓવરબ્રિજ ની સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ કરાવી દેતા પ્રજાજનો એ ખુશી વ્યક્ત કરી હતી. પાટીદાર સમાજના રાજકોટીયા એ લાંબા સમયથી લાઈટો બંધ હોવાને કારણે રાત્રે મુસાફરો અને સ્થાનિક લોકોને અસુરક્ષા અને અસુવિધાનો સામનો કરી રહ્યા હોવાની પ્રજાની વેદના સમજાવવા જવાબદારો સમક્ષ અથાગ મહેનત અને સતત પ્રયાસો કર્યે રાખ્યા હતા. જે અંતે મહેનત રંગ લાવતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ મહેશ રાજકોટિયાની આ પહેલની પ્રશંસા કરી હતી. સ્થાનિક રહેવાસી રમેશભાઈ પટેલ, બ્રહ્મસમાજ ના ઉપ પ્રમુખ રમેશભાઈ મુખ્યાજી, રઘુવંશી ગૃપ ના યુવા અગ્રણી પ્રકાશ કક્કડ સહિતના અનેક લોકોએ મહેશભાઈ રાજકોટીયા ને બિરદાવ્યા હતા.


