ટંકારા પોલીસ પર થાણા મા જ એનડીપીએસના તહોમતદાર  સહિત ત્રણ નો હલ્લાબોલ.

Advertisement
Advertisement

ગાંજાના ગુન્હેગાર સહિતના હુમલાખોરો ના હુલ્લડ થી પોલીસ કર્મીઓ ઘાયલ… ગુના આચરતા તત્વો ની હિંમ્મત વધતા સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સામા ખાખીએ નેક બની કામગીરીમા  કરડાકી જરૂરી…


ટંકારા મા અગાઉ માદક પદાર્થો સંઘરીને વેચવા સબબ ના એન.ડી.પી.એસ.ના કેસમા સંડોવાયેલા શખ્સ ઉપર સ્થાનિક પોલીસ ફરજ ના ભાગ રૂપે વોચ રાખી અવાર નવાર આકસ્મિક ચકાસણી કરતી હોવાથી તેનો ખાર રાખી એનડીપીએસ ના ગુન્હા મા સંડોવાયેલા શખ્સના પરીવારના ત્રણ શખ્સો પોલીસ મથકે ધસી આવી પોલીસ કર્મચારીઓને બેફામ વાણી વિલાસ કરી પોલીસ મથકના પ્રાંગણમા ગોકીરો કરી ગાળો ભાંડવા લાગ્યા બાદ પોલીસ થાણા સામે આવેલા હાઈવે પર દોડી જઈ વાહનોને રોકી ટ્રાફિક જામ કરતા ટ્રાફિક કલીયર કરવા દોડેલી પોલીસ પર ત્રણ શખ્સો એ ઓચિંતા હુમલો કરતા પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. આ તકે, પોલીસ ને જોઈ લેવાની સરા જાહેર ધમકી ઉચ્ચારી કાયદો હાથમા લઈ પોલીસ ને દબાવવા પ્રયાસ પણ કરાયો હોય પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડે પોતાના જ થાણા મા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે ટંંકારા ના સંધી નિજામ ઈબ્રાહીમભાઈ આમરોણીયા વિરૂધ્ધ અગાઉ એનડીપીએસ નો ગુન્હો નોંધાયો હોવાથી પોલીસ ફરજના ભાગરૂપે પ્રતિબંધિત માદક પદાર્થો વેચવા કે સંઘરવા ભારે ગુન્હો હોવાથી અવારનવાર તેને તપાસવા માટે ઘરે ચેક કરવા જતી હોવાથી તેનો ખાર પોલીસ ઉપર રાખી નિજામ ઉપરાંત તેના માતા જેતુનબેન ઇબ્રાહીમભાઈ આમરોણીયા, કાસમ ઇબ્રાહીમભાઈ આમરોણીયા સહિતના ત્રણેય શખ્સો ઓચિંતા પોલીસ મથકે ધસી આવી પોલીસ સ્ટેશન ના પ્રાંગણમા પોલીસ ને જાહેર મા બેફામ ગાળો ભાંડવા લાગતા પોલીસે પોલીસ થાણે થી નિકળી જવા કરડાકીથી કહેતા ત્રણેય શખ્સો પોલીસ મથક સામે જ આવેલા હાઈવે પર પસાર થતા વાહનો અટકાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરી પોલીસ ઉપર દબાણ લાવવા લુખ્ખાગીરી આચરતા હોવાથી પોલીસ હાઈવે પર ટ્રાફિક કલિયર કરાવવા જતા ત્રણેયે એકસંપ કરી પોલીસ પર હુમલો કરી જતા જતા પોલીસને જોઈ લેવાની ધમકી આપતા પોલીસે પોતાના જ થાણા મા ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.