
ટંકારાના લજાઈ નામના ગામડાના બે પક્ષે મારામારી થતા બંને પક્ષો એ સામસામે ટંંકારા પોલીસ મા ફરીયાદ નોંધાવતા પોલીસે બંને ની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ ગામે રહેતા હસમુખભાઈ જીવાભાઈ ચાવડાએ ટંંકારા પોલીસ મા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતાના ગામ ના ગૌતમ ભલાભાઈ સારેસા સાથે ગટરના કામ અંગે સ્મશાન પાસે વાતચીત કરતા હતા ત્યારે ઉશ્કેરાયેલા ગૌતમ સારેસાએ ઓચિંતા છરી કાઢી એક ઘા મારી દેતા પોતાને ઈજા પહોંચી હોવાની રાવ કરી હતી. જ્યારે સામાપક્ષે થી ગૌતમ ભલાભાઈ સારેસાએ નોંધાવેલી ફરીયાદ મુજબ પોતે નજીક ના વિરપર ગામે કામ સબબ બસસ્ટેશન પાસે ઉભા હોય એ વખતે લજાઈ ના અશોક જીવા ચાવડા, પ્રિન્સ અશોક ચાવડા, ઋત્વિક અશોક ચાવડા, રોહિત પ્રેમજી ચાવડા અને હાર્દિક નરેશ ચાવડા સહિતના પાંચેય શખ્સો કાર મા ધસી આવી તારા ઘરની સામે મોબાઈલ ટાવર ઉભો કરવો છે તારાથી થાય તે કરી લેજે કહીને ડખ્ખો કરી ગાળો ભાંડી લાકડાના ધોકા, લોખંડ પાઈપ અને ધારિયા વડે હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


