ફોટો સ્ટોરી: ટંકારામા કપિરાજ ના આગમને લોકો ને ઘેલુ લગાડયુ.

Advertisement
Advertisement

ટંકારામા અઠવાડીયા થી પધારેલા વાનરરાજ ને ગામ માં ગોઠી ગયુ છે…. કપિરાજ ને ચિપ્સ નો ચસ્કો લાગ્યો

ટંકારા શહેરમા છેલ્લા અઠવાડીયાથી એક કપિરાજ ક્યાંક થી અચાનક આવી પહોંચ્યા છે. અહીંયા એને ગોઠી ગયુ હોય એમ આખા નગરમા એને મોજ પડે ત્યા હુપ હુપ કરતા ટહેલતા રહે છે. અને ચા ની કીટલી હોય કે નાસ્તા ની રેંકડી એની મોજ થાય ત્યા ઉતરી જાય અને વાનરરાજ ને કુતુહલથી નિહાળવા લોકો ના ટોળા જામે છે. બુધવારે સાંજે દયાનંદ ચોક મા આવેલ જુના પોલીસ થાણા પાસે ચિપ્સ ની લારીએ આવી પહોંચી ગરમાગરમ ચિપ્સ ની મોજથી જ્યાફત ઉડાવી હતી.
અઠવાડીયા થી ટંંકારા પધારેલા વાનરરાજ ને લોકોના પ્રેમ અને લાગણી સાથે જામી ગયુ હોય એમ જણાય રહ્યુ છે. ત્યારે દયાનંદ ચોક મા બટેટા ની ચિપ્સ ની લારી પર વાનરે ધામા નાંખતા લારી વાળા સહિતના લોકોએ ચિપ્સ ખવડાવતા કપિરાજ ને ચસ્કો લાગ્યો હોય એમ ચટાકેદાર બટેટા ની લાઈવ ચિપ્સ આરોગી હતી. આ તકે, ટંંકારાના રઘુવંશી સમાજના યુવાન પ્રકાશ કક્કડે કપિરાજ ની તસવીર મોબાઈલ મા કંડારી લીધી હતી. જે અત્રે Morbi live ના વાંચક મિત્રો માટે પ્રસિધ્ધ કરી છે.