ટંકારા ઉમાવંશી પોલીમર્સ કારખાના મા જુગારધામ પર પોલીસ ત્રાટકી, ૨,૮૮ લાખ ના મુદ્દામાલ સાથે ૩ ઝડપાયા.

Advertisement
Advertisement
ટંકારા ઉમાવંશી પોલીમર્સ ના કારખાનેદાર સંજયભાઈ ચારોલા કારખાનામાં બહાર થી જુગાર રમવા માણસો બોલાવી જુગારધામ ચલાવતા હતા.
ટંકારા લતીપર ચોકડી નજીક આવેલા ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનામા નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચાલી રહ્યો હોવાની ગંધ આવતા ટંકારા પોલીસ ત્રાટકી હતી. પોલીસે દરોડો પાડી રૂપિયા ૨,૮૮ લાખ ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ને જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ટંકારા પોલીસને ટંંકારા લતીપર ચોકડી પાસે જબલપુર ની સીમમા આવેલ ઉમાવંશી પોલીમર્સ નામનુ કારખાનુ ધરાવતા અને ટંકારા સરદાર નગર સોસાયટી મા રહેતા સંજય દુર્લભજી ચારોલા નામના ઈસમ પોતાના કારખાનામા જુગાર ધામ ચાલુ કરી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ધમધમાવી રહ્યા ની સચોટ બાતમી મળી હતી. પોલીસને જુગાર અખાડા ની ગંધ આવતા પોલીસ ઈન્સપેકટર કૃણાલ છાસીયા ટીમ ના દશરથસિંહ, ભાવેશભાઈ સહિતના પોલીસ કાફલા સાથે જુગાર ના અખાડા પર ત્રાટક્યા હતા. ઓચિંતા પોલીસ આવી પહોંચતા કારખાનાની ઓફિસમા જુગાર રમી રહેલા ઈસમો ના ઘડીભર હોંશ ઉડી ગયા હતા. પોલીસે જુગારના પટ મા થી  રૂપિયા ૫૮ હજાર રોકડા ઉપરાંત, સ્થળ પર થી મોબાઈલ, કાર સહિત રૂપિયા ૨,૮૮ લાખ ના મુદ્દામાલ સાથે જુગાર રમી રહેલા સંજય દુર્લભજી ચારોલા ઉપરાંત, ટંંકારા ની ગાયત્રી નગર સોસાયટી મા રહેતા પ્રિન્સ પ્રવિણભાઈ લો અને ટંંકારાના ખડીયાવાસ મા રહેતા
શાંતિલાલ મગનલાલ લો સહિતના છ ઈસમોને જુગારધારા ની કલમ હેઠળ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.