દુઃખદ સમાચાર: ગાંધી પરીવાર ના વિજયકાંત ગાંધી અરીહંત શરણ પામ્યા.

Advertisement
Advertisement
ટંકારાના નગરનાકા રોડ ઉપર વસતા અને ટંંકારામા જીવદયાપ્રેમી ગણાતા પ્રબુધ વેપારી પેઢી ના મોભી ગાંધી પરીવાર ના સ્વ. પ્રવિણચંદ્ર મોહનલાલ ગાંધીના સુપુત્ર વિજયકાંત ગાંધી આજરોજ તા. ૧૫ મી જુલાઈ ના રોજ અરીહંત શરણ પામ્યા છે. તેઓના દુઃખદ નિધનથી તેમના નાનાભાઈ રાજેશભાઈ, ગિરીશભાઈ તથા માલતીબેન સંજય કુમાર મોદીએ મોટાભાઈ ની હુંફ ગુમાવી છે. તેમજ ભાવિકભાઈ, હાર્દિકભાઈ તથા અ.સૌ. કાજલબેન મિરલકુમાર મહેતા નુ પિતાશ્રી રૂપે છતર છીનવાયુ છે.
સ્વ.વિજયકાંત ના જવાથી સ્વ. અમૂતલાલ મલુકચંદ લોદરીયા પરીવારે જમાઈ ગુમાવ્યા હતા. વિજયકાંત ગાંધી ના દુઃખદ સમાચાર થી ટંંકારા બ્રહ્મસમાજે ઉંડા આઘાતની લાગણી અનુભવી હતી.
————————————————————————–
 સદગતનું ઉઠમણુ તથા પ્રાર્થનાસભા:
 તારીખ 17 જુલાઈ, 2025, ગુરૂવારે સવારે 10:30 કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ટંકારા ખાતે યોજાશે.
—————————————————————————-
દુ:ખદ પ્રસંગે સમગ્ર ગાંધી પરીવાર ભારે વ્યથિત થઈ શોકમગ્ન બન્યો છે.
શોકાતુર:
ગાંધી પરીવાર, ટંકારા