ટંકારા: હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડ થી સન્માનિત.

Advertisement
Advertisement
પરમ પૂજ્ય રમેશભાઈ જી ઓઝા દ્વારા ચાલતી સાંદિપની વિધાપીઠ દર વર્ષે દરેક જીલ્લામાંથી એક શિક્ષક ની પસંદગી કરી ને એવોર્ડ એનાયત કરવામા આવે છે.
પોરબંદર ખાતે જગ વિખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા સંચાલિત સાંદિપની પાઠશાળા કાર્યરત છે. સાંદિપની ગુરૂકુળ દ્વારા દર વર્ષે ગુરૂ પૂર્ણિમા પર્વે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે વિધાર્થીઓ નુ જીવન ઘડતર કરતા ગુરૂજનો (શિક્ષકો) માથી શિક્ષણ સાથે સમાજની વર્તમાન સમયે જીવનમા ઉપયોગી તમામ પ્રવૃત્તિઓ જોડી વિધાર્થીઓને પાયાનુ જ્ઞાન પિરસવા નુ સત્કાર્ય કરતા શિક્ષકો ને પસંદ કરી સાંદિપની ગુરૂ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ પ્રણાલી પ્રમાણે આ વખતે ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા (ટંકારીયા) ને પસંદ કરી પોરબંદર ખાતે  ખાસ આમંત્રણ થકી તેડાવી પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા ના કર કમળ વડે સાંદીપનિ ગુરૂ ગૌરવ એવોર્ડ એનાયત કરવામા આવ્યો.હતો.
મોરબી જીલ્લા માટે ગૌરવની વાત એ છે કે સાંદિપની ગુરૂકુળ થકી ગૂરૂ એવોર્ડ મેળવનાર ગીતાબેન સાંચલા ને અગાઉ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અને ચિત્રકૂટ એવોર્ડ થી નવાજવામા આવ્યા હોય એવા જીલ્લા ના પ્રથમ મહિલા શિક્ષક છે. પોરબંદર ખાતે દર વર્ષે દરેક જીલ્લામાંથી એક શિક્ષકની પસંદગી અલગ અલગ થીમ થી એવોર્ડ માટે કરવામા આવે છે. આ વર્ષે બાલવાટિકા અને ધોરણ ૧/૨ ના શિક્ષણ માટે નવી યુક્તિ પ્રયુક્તિઓ ની થીમ ઉપર પસંદગી કરવામાં આવી હતી. મોરબી જીલ્લામાંથી પસંદ થયેલા શિક્ષિકાને ટંકારા તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, રાજ્ય સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મીતાણા સીઆરસી કોર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી, તાલુકાશાળા ના આચાર્ય પારઘી, હરબટીયાળી શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરીયા તથા શાળા પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.