કોઠારીયા પ્રા.શાળામા બાળકો ની સ્કિલ ખિલવવા શિક્ષકો એ બાલ મેળો યોજયો.

Advertisement
Advertisement
શાળાના ભૂલકાઓને શિક્ષિત કરવા માટે ગમ્મત સાથે જ્ઞાન નુ સિંચન કરવાના ઉદ્દેશથી વાંકાનેર તાલુકાના નવા કોઠારીયા પ્રાથમિક શાળા ના શિક્ષકો શાળામા દર વર્ષે પ્રથમ સત્રમા  ધોરણ 1 થી 5 ના બાળકો માટે બાલમેળો અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે લાઈફ સ્કીલ મેળો યોજે છે. જેમા, શાળા ના શિક્ષકો નરેન્દ્ર કુબાવત, હિરેન ઠાકર, ધર્મેશ પટેલ, આચાર્ય અનિમેષ દુબરીયા, હેતલબેન મકવાણા સહિત ના શિક્ષકોએ બાળકોને ભણતા ભણતા તેની સ્કિલ ડેવલપ થાય અને એ પણ ગમ્મત સાથે જ્ઞાન ના હેતુ થી રંગપૂરણી, માટીકામ, ચિત્ર કામ, કાગળના રમકડા કામ બાળકો જાતે કરે એવો મેળો યોજયો હતો. બાળકો ના સર્વાગી વિકાસ માટે યોજાયેલા મેળામા ધોરણ 6 થી 8 ના બાળકોએ જીવન મા ઉપયોગી થાય તેવા કામ જાતે કરવાની તક અપાઈ હતી. જેમા, સ્ક્રુ ફીટ કરવો,  ફ્યુઝ બાંધવો, સાયકલનુ પંકચર રીપેર કરવુ, કુકર ખોલવુ, કપડાને ઈસ્ત્રી કરવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવુ, રદી પૂઠામાથી મકાન બનાવવુ, મહેંદી મુકવી, હેર સ્ટાઈલ સહિતની રોજીંદી અને ઘરેલુ ઉપયોગી ક્રિયાઓ કરાવવામા આવી હતી.