ટંકારા: શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રીમતી મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી.

Advertisement
Advertisement
ટંકારા: કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે વરાયેલા મીનાબેન અગાઉ ગ્રામ પંચાયત ના સદસ્ય તરીકે અને તેમના પતિદેવ ચેતનભાઈ ત્રિવેદી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે સળંગ બે ટર્મ સદસ્ય તરીકે જનમત થી ચુંટાઈ ને દંપતિ છેલ્લા ઘણા સમયથી પક્ષના સંગઠન ની જવાબદારી નિભાવી રહ્યા છે.
ટંકારા કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ પદે સ્થાનિક નેતૃત્વ ને પ્રાધાન્ય આપી મીનાબેન ચેતનભાઈ ત્રિવેદી ની વરણી મોરબી જીલ્લા કોંગ્રેસ ના મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજની અને જીલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા કરવામાં આવી છે. પક્ષ ની સ્થાનિક જવાબદારી માટે પસંદગી પામેલા મીનાબેન ગ્રામ પંચાયતમા સદસ્ય તરીકે અને તેમના પતિ ચેતન ત્રિવેદી લગાતાર બે ટર્મ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાઈ ને દંપતિ છેલ્લા ઘણા સમયથી પક્ષના સંગઠન કાર્યો ને વેગ આપી પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા છે.‌ તેઓની સામાજિક કાર્યોમા સહભાગિતા અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ મહત્વની જવાબદારી તેઓ ને સોંપવામાં આવી છે. સક્રિય કાર્યકર ની વરણી ની જાહેરાત થતા શહેરના કોંગ્રેસી કાર્યકરોમા ઉત્સાહ નો સંચાર જોવા મળ્યો છે. આ તકે, નવા વરાયેલા નેતૃત્વ હેઠળ પાર્ટી આગામી સમયમા સક્રિય રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપશે તેમ ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ.