ટંકારામા ત્રણસો સદી જુનો ઉપેક્ષાથી ટીંગાઈ રહેલા રજવાડી દરવાજાનુ જતન અને જાળવણી કરવા માંગણી.

Advertisement
Advertisement
રજવાડાની દેન થી નગરને મળેલી સુરક્ષા હાલ ઉપેક્ષા થી અસુરક્ષિત હોવાથી નજર સામે છીનવાઈ જવાની દહેશત…
પુરાતત્વ વિભાગ હેઠળ રાજાશાહી વખતની ઐતિહાસિક ધરોહર ની જાળવણી કરવા યુવાને પત્ર લખ્યો.
ટંંકારાના રાજવી એ એમના શાસનકાળ દરમિયાન નગરની  સુરક્ષા વ્યવસ્થા ના ભાગ રૂપે ટંકારામા પ્રવેશવા માટે મુખ્ય ચાર પ્રવેશદ્વાર બનાવી રૈયત ની સુરક્ષા માટે વિક્રમ સવંત ૧૭૭૮ મા કિલ્લેબંધી કરી હતી.જે આજે ત્રણસો વર્ષ ના વાણા વિતી ગયા બાદ જવાબદાર તંત્ર વાહકો સતત અવગણના અને ઉપેક્ષાથી શહેરના ચાર પૈકી ત્રણ દરવાજા નુ અસ્તિત્વ જ ભુંસાઈ ગયુ છે. જ્યારે મોરબી દરવાજો હાલ જર્જરિત થઈ ઉંમરના તકાજે પડવા ના વાંકે લટકી અસ્તિત્વ બચાવવા ટીંગાઈ રહ્યો છે. રાજવી વિરાસત ની ઐતિહાસિક ધરોહર ની જાળવણી અને જતન કરી ઐતિહાસિક વિરાસત ને બચાવવા ટંંકારા ના ભાજપના યુવા કાર્યકરે વહીવટી તંત્ર અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ને પત્ર પાઠવી માંગણી ઉઠાવી હતી.
                                                                                ટંકારા અને મોરબીના રાજવી એક હોય રાજવી રવાજી (બીજા) એ પોતાની છ રાણી પૈકીના એક મહારાણીને ત્યા કુંવર (વાઘજી ઠાકોર) નો જન્મ થતા ખુશી મા ટંકારા ગામની સુરક્ષા અને સલામતી માટે ગામ (નગર) ને ફરતી તોતીંગ પચીસ ફુટ ઉંચી સુરક્ષા દીવાલ બાંધી કિલ્લેબંધી જડી હતી. અને ગામમા પ્રવેશવા માટે મુખ્ય ચાર પ઼વેશદ્વાર રાજકોટ, જામનગર, મોરબી અને વાંકાનેર દરવાજા બનાવવામા આવેલ હતા.જે ચારેય મુખ્ય પ્રવેશદ્વાર ને આજે લોકો નગરનાકા, દેરી નાકા, મોરબી નાકા અને ઉગમણા નાકા થી ઓળખે છે. ચાર પૈકી આજે એક માત્ર મોરબી દરવાજો પોતાનુ અસ્તિત્વ બચાવવા ખરી પડવાની કગાર ઉપર લટકી રહ્યો છે. રજવાડાની ધરોહર સમી રાજવી વિરાસત હાલ અતિ જર્જરીત હાલતમા મોરબી દરવાજા રૂપે ટીંગાઈ રહી છે. સ્ટેટ દ્વારા બનાવાયેલ તોતિંગ દરવાજો આજે પણ ટંકારા ની અને રજવાડાની શાન માનવામા આવે છે. નગર અને રૈયત બંનેની સુરક્ષા માટે વિક્રમ સવંત ૧૭૭૮ મા સ્ટેટના વહિવટદાર જીવા મહેતા ની દેખરેખ હેઠળ બાંધવા મા આવી હતી. ઐતિહાસિક ધરોહર હાલ અસુરક્ષિત અને જર્જરિત હાલતે ટીંગાઈ રહ્યો છે. મહાન સામાજીક ક્રાંતિકારી સંત મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની તોતીંગ વિરાસત ને વહિવટીતંત્ર અંંગત રૂચી દાખવી પુરાતત્વ વિભાગ હેઠળ લઈ રાજવી વિરાસત બચાવવા યોગ્ય કાર્યવાહી કરે એવી માંગણી સાથે ટંકારા ભાજપના સ્થાનિક યુવા કાર્યકર ચિરાગ કટારીયાએ તંત્ર ઉદાસીનતા ખંખેરી મોરબી દરવાજા રૂપે બચેલા અવશેષો ની જાળવણી અને જતન કરી અદભુત ઐતિહાસિક અજાયબી નષ્ટ થાય એ પૂર્વે બચાવે એવી માંગણી જવાબદાર તંત્ર ને પત્ર પાઠવી કરી હતી. જોકે, કાયમ વિકાસ નુ બે સુરરૂ બ્યુગલ વગાડતા શાસક પક્ષ ના કાર્યકરે જ રજવાડી વિરાસત નો રકાસ થઈ રહ્યો હોવાથી માંગણી ઉઠાવતા શાસકો ગુલબાંગો ફુંકતા હોવાનુ સ્પષ્ટ થઈ ગયુ છે.
———————————————————————————-
અર્બન ડેવલપમેન્ટ વિભાગનો હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો.
———————————————————————————
ટંકારા ની રજવાડા વખતની ઐતિહાસિક ધરોહર ને જનહિત મા બચાવવા માટે ગત મે મહિનામા કરાયેલી માંગણી પરત્વે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી મોરબી નાકા નો દરવાજો રાજાશાહી વખતની ઐતિહાસિક વિરાસત હોવાથી પુરાતત્વ વિભાગ ના માર્ગદર્શન લઈને નગરપાલિકા દ્વારા કામગીરી હાથ પ્રત્યુતર પાઠવાયો હોવાનુ ચિરાગ કટારીયાએ જણાવ્યુ હતુ.