મોરબી: આવેદન નિવેદન તેમ છતાં ન માને તો ” દે ધના ધન ” રજુઆત કરવાનો અલગ અંદાઝ

Advertisement
Advertisement

છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં રોડ રસ્તા ગટરના પ્રશ્નો જુના છે નફ્ફટ નાલાયક અમુક રાજકીય આગેવાનો એ શહેરને પેરિસ ની ઓળખાણ બદલી નાખી છે …જી હા મોરબી શહેર સમગ્ર સૌરાષ્ટ્ર માં પેરિસ ના નામે ઓળખાય છે .મોરબી શહેરમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે સીરામીક ટાઇલ્સ ઘડિયાળ ઉદ્યોગના કારણે અહીં એકપણ માણસ ભૂખ્યો નથી સૂતો તેમજ કરોડો રૂપિયાનો ટેક્સ પણ ઉદ્યોગકારો નાના વેપારીઓ ચૂકવી રહ્યા છે તેમ છતાં મૂળભૂત પ્રાથમિક સુવિધા માટે આવેદન નિવેદન હાજીજી કરવી પડે છે પરંતુ ગઈકાલે પ્રજાની ધીરજ ખૂટી અને દે ધના ધન રોડ પર ઉતરી રોડ રસ્તા ચક્કાજામ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા

મોરબીના શનાળા રોડ પર આવેલ શ્રીકુંજ સોસાયટી ,અવધ સોસાયટી સહિતના સ્થાનિકો રોડ રસ્તા પર ઉતરી જાણ આક્રોશ કરી પોતાની વેદના ઠાલવી હતી ..અગાઉ આવેદન, નિવેદન ,તેમ છતાં નફ્ફટ તંત્ર પાલિકા અને અમુક રાજકીય આગેવાન ને પરચો આપવા ” દે ધના ધન ” ની નીતિ અપનાવતા કાયદેસર સાંજ સુધીમાં સમસ્યા નું સમાધાન કરવા મનપા ના અધિકારીઓ રાજકીય પક્ષના આગેવાનો આવી પોહચ્યા હતા …સમસ્યા માં રોડ રસ્તા તેમજ કીચડ જેવી સમસ્યા થી છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા પરંતુ અતિ ની ગતિ ના હોય તે કહેવત અહીં લાગુ પડતા સ્થાનિકો દ્વારા શહેરના મુખ્ય માર્ગ શનાળા રોડને બાણ માં લેતાજ હજારો વાહન ચાલકો સ્કૂલ બસો એસ.ટી બસો ને હાલાકી ભોગવવા નો વારો આવ્યો હતો ..બીજી તરફ પાલિકાના ડેપ્યુટી કમિશનર સોની પર ઘટના સ્થળે પોહચ્યા હતા અને સ્થાનિકો એ પગપાળા કરાવી પોતાની સોસાયટી ના દર્શન કરાવ્યા હતા ત્યારે મનપા ના ડેપ્યુટી ની ખાત્રી કે વાત નો કોઈ અર્થ ના હોય તે રીતે સ્થાનિકો એ મનપા હાઈ હાઈ ભાજપ હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા ..મોડી સાંજે ભાજપ ના અગ્રણીએ આવી ને મધ્યસ્થી કરી ખાત્રી આપી હતી જો સમસ્યા નું સમાધાન નહીં થાય તો રાજકારણ છોડી દઈશ અને આજીવન ભાજપ છોડી દઈશ બાદમાં સમગ્ર સ્થાનિકો એ રાહત નો શ્વાસ લીધો અને ભાજપ અગ્રણી અજય લોરીયા એ મોરમ કપચી પાથરાવાનું કામ શરૂ કર્યું હતું