ટંકારામા કુંવારિકાઓના ગૌરી વ્રત નો પ્રારંભ, છેલ્લા દિવસે જાગરણ.

Advertisement
Advertisement

ટંકારા ની  ટબુકડી ઢીંગલી વેદાંશી ગીરીશભાઈ ઘેટીયા, દાદા કાનાભાઈ ત્રિવેદી ની મીરાં, મિસવા અને મીના, હર્ષદ ભાગીયા ની  લાડકવાયી દિકરી સહિત અનેક ઢીંગલીઓએ ગૌરી વ્રત શરૂ કર્યા છે.

હિંદુ શાસ્ત્રોમા પુજા- ઉપાસના સાથે ઉપવાસ અને વ્રત નુ પણ અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસ પૂર્વે કુંવારી કન્યાઓ ના વ્રતની શરૂઆત થાય છે. જેને ગૌરી વ્રત કહેવાય છે. રવિવારે અષાઢ માસની સુદ અગીયારસથી પાંચ દિવસ સુધી કન્યાઓ પોતાના જીવનમા કાયમ ઉજાસ પથરાઈ અને ભાવિ ભરથાર સાથે તેમનો સંસાર સુખમયી રહે પતિ સંસ્કારી મળે એ માટે ગૌરી વ્રત કરે છે. વ્રત દરમિયાન આખો દિવસ નિમક ત્યાગી મોળો આહાર લ્યે છે. એટલે જ ગૌરી વ્રત ને મોળા વ્રત પણ કહેવાય છે. મોળુ ખાવા પાછળ એવુ મનાય છે કે, કન્યાઓ પોતાના ભવિષ્ય મા મળનાર જીવનસાથી યોગ્ય મળે એટલે આહાર મા નિમક (મીઠુ) ત્યજી ઉપવાસ કરી પાર્વતીજીની ઉપાસના કરે છે. એટલે મા ભગવતી પાર્વતી પ્રસન્ન થાય અને વ્રત કરનારી દિકરીઓને મહાદેવ જેવા તેજસ્વી અને સ્વભાવે ભોળા જીવનસાથી પ્રાપ્ત થાય એવુ શાસ્ત્રોક્ત કથન છે. આ દિવસો દરમિયાન કન્યાઓ હાથ મા કુલડીમા વાવેલા પવિત્ર ઝવારા સેવા પુજા કરવાના પુજાપો લઈ મંગળ પ્રભાતે ગૌરી માતા (પાર્વતીજી) ની સેવા પુજા કરવા નજીકના મંદિરે અથવા બ્રાહ્મણ ના આંગણે જાય છે. છેલ્લા દિવસે આહાર મા નિમક (મીઠુ) લઈ મોડી રાત્રી સુધી શિવ પાર્વતી ના ભજન કિર્તન કરી જાગરણ કરી પર્વ ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ટંકારામા શાન્વી રાવલ, વૃંદા પાઠક, વેદાંશી ગીરીશભાઈ ઘેટીયા, ક્રિષ્ના પંડ્યા, ભક્તિ, શ્રેયા, મીરા, મીના, મિશવા સહિતની બાળાઓએ ગૌરી વ્રત શરૂ કરી ગોર મા (પાર્વતીજી) ની ઉપાસના શરૂ કરી છે.