મોરબી તા. પો. સ્ટે. બી પાર્ટ ગુ. રજી. નં. ૧૦૨૪/૨૫ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ ના કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો જથ્થો ૧ કીલો ૨૬૭ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) કેસમાં આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયા ને જામીન પર છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી તાલુકા પોલીસે ૧ કીલો ૨૯૭ ચામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયા ને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ અને તે આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી કે. આર. પંડયા સાહેબ શ્રી એ આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયા ને રૂા. ૧૫,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયા ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.



