વાંકાનેર: NSPS ના ગુનાહમાં સંડોવાયેલ આરોપીનો જામીન પર છુટકારો

Oplus_131072
Advertisement
Advertisement

વાંકાનેર સીટી પો. સ્ટે. બી પાર્ટ ગુ. ૨જી. નં. ૦૭૪૪/૨૨ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ જેના એન. ડી. પી. એસ. કેશ નં. ૮/૨૨ ના કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો જથ્થો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) કેસમાં આરોપી મનોજ સ. ઓ. ડાકટરભાઈ આનંદભાઈ જૈના ને જામીન પર છુટકારો

બનાવની ટુંકમાં વિગત એવી છે કે વાંકાનેર સીટી પોલીસે ૧૦ કીલો ગ્રામ એમ. ડી. પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી મનોજ સ. ઓ. ડાકટરભાઈ આનંદભાઈ જૈના રહે. હાલે સુરત કતારગામ, ઉતકલ નગર, અંબાજી મહોલ્લા, અંબાજી મંદિર સામે,સાઈ રામ મોબાઈલ ની દુકાન ની સામેની ગલીમાં રૂમ નં. ૩, નરીત્રીનાથ પરીડાની રૂમમાં, જુની જી. આઈ. ડી. સી. કતાર ગામ સુરત મુળ રહે. સચીના તા. કોદલા જી. ગંજામ (રાજય ઓરીસા) વાળા નેવાંકાનેર સીટી પો. સ્ટે. બી પાર્ટ ગુ. રજી. નં. ૦૭૪૪/૨૨ જેના એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી મનોજ સ. ઓ. ડાકટરભાઈ આનંદભાઈ જૈના જેના એન. ડી. પી. એસ. કેશ નં. ૮/૨૨ થી ચાર્જશીટ દાખલ થયેલ. ત્યારબાદ નામ. ગુજ. હાઈકોર્ટમાં ફો. ૫. અ .નં. ૧૧૩૫૧/૨૫ થી જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ. ગુજ. હાઈકોર્ટે તા. ૨૦/૯/૨૫ ના રોજ શરતોને આધીન રકમ રૂા. ૧૦૦૦૦/- ના જામીન પર મુક્ત કરેલ છે. આ કેશ માં આરોપી મનોજ સ. ઓ. ડાકટરભાઈ આનંદભાઈ જૈના ના વકીલ શ્રી એસ. ડી. મોધરીયા તથા વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા વકીલ શ્રી કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.