મોરબી: અપહરણ એટ્રોસીટી સહિતના ગુનાહમાં સંડોવાયેલ આરોપી નો નિર્દોષ છુટકારો કરાવતા સિનિયર એડવોકેટ ગોપાલ ઓઝા

Oplus_131072
Advertisement
Advertisement

અપહરણ અને પોકસો તથા એટ્રોસીટી ના કેસમાં આરોપી આશીફ અનવર ભટ્ટી તથા સમીર અબ્બાસ મોવર નો નિર્દોષ છુટકારો

ફરીયાદ પક્ષના કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી ની સગીરવય ની ભોગ બનનાર ઉ.વ. ૧૭ વર્ષ ૪ માસ ૧૫ દિવસ વાળીને આરોપી નં.૧ આસીફ અનવર ભટ્ટી બદકામ કરવાના ઈરાદે લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી આ કામના આરોપી નં. ૨ સમીર અબ્બાસ મોવર ના એ ફરીયાદી શ્રી ના વાલી પણા માંથી ભોગ બનનાર ને ભગાડી જઈ આ કામના આરોપી નં. ૨ ના એ ભોગ બનનાર ને પોતાના ઘરે ત્રણ દિવસ રાખી ગુન્હા માં એકબીજા ને મદદગારી કરી ગુન્હો કરેલા નો આક્ષેપ કરી ફરીયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં આપતા પોકસો એકટ તથા અપહરણ તથા એટ્રોસીટી નો ગુન્હો દાખલ થયેલ જે કેસ ચાલી જતા આરોપી તરફે વકીસ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર ની ધારદાર દલીલો તથા ચુકાદાઓ રજુ કરેલ તે માન્ય રાખી છોડી મુકવાનો સ્પેશીયલ જજ શ્રી. કે. આર. પંડયા સાહેબે હુકમ કરેલ છે.