આમ આદમી પાર્ટીએ પાલિકા ને લેખિત રાવ કરી વિસ્તાર ને નર્કાગાર મુક્ત કરવા અલ્ટીમેટમ પાઠવ્યુ.

ટંકારા શહેરની પછવાડે આવેલા દેવીપુજક અને ખાડીયા વિસ્તાર પાસેથી અમરાપર ગામને જોડતા ની અવદશા થી ઠેર ઠેર પાણી ના ખાબોચીયા ભરાઈ ઉબડખાબડ રસ્તા પર પસાર થવુ દુષ્કર બન્યુ છે. અહીંયા નિયમિત સાફ સફાઈ ન થવાથી ગંદકી ના થર જામ્યા હોય તાકીદે માર્ગ સફાઈ કરી ઉકરડા, ગંદકી ઉસેડી માર્ગ મરામત કરવા આમ આદમી પાર્ટીએ નગરપાલિકા ને લેખિત રજુઆત કરી માંગણી ઉઠાવી હતી.

ટંકારા હાઈવે નજીક શહેરની પછવાડે આવેલા દેવીપુજક અને ખાડીયા વિસ્તાર પાસેથી પસાર થતા અમરાપર ગામને જોડતા માર્ગ પર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા હોવાથી માર્ગ પર ઉકેડા જામ્યા છે. ઉપરાંત, રોડ તુટી પડયો હોવાથી ચો તરફ પાણી ના ખાબોચીયા ભરાયા હોય ઉબડખાબડ રસ્તા પર પસાર થવુ દુષ્કર બન્યુ છે. અહીંયા નર્કાગાર બનેલો માર્ગ નજીક ની વસાહત મા ભયંકર દુર્ગંધ થી માંદગી નુ પ્રમાણ વધવા ની દહેશત વ્યકત કરી ટંંકારા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રકાશ દુબરીયા એ આપ ના ધર્મેશ કક્કડ સહિતના કાર્યકરો સાથે નગરપાલિકા કચેરીએ પહોંચી ચિફ ઓફિસર દિનેશભાઈ ડામોરને લેખિત ફરીયાદ આપી રજુઆત કરી હતી કે, દોજખ બનેલા માર્ગ પર સફાઈ કરી મરામત કરવામા નહીં આવે તો અહીંયા થી શહેરભરમા રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરી તાકીદે જન આરોગ્ય ને ધ્યાને લઈ ગંદકી ના ઢગલા ખસેડવા માંગણી કરી હતી.


