ટંંકારાના મિત્રો ગાંઠ ના ગજવા ખંખેરી છેલ્લા પાંચ વર્ષથી પ્રસિધ્ધિ વગર સેવાનો ધુણો ધખાવે છે.

Advertisement
Advertisement
ફંડ ફાળા વગર ચાલતુ આર્ય ફાઉન્ડેશન એનજીઓ જીવ માત્ર નુ જતન કરી સેવાની જ્યોત જલાવી રહ્યા છે.
મીત હર્ષદ ત્રિવેદી, ટંકારા.
ટંકારાના યુવા મિત્રો નુ એક ગૃપ સેવા પરમો ધર્મ ના સુત્રને જીવનમા વણી લઈ ને વ્યસનમા નાણા વેડફવા ને બદલે જરૂરીયાતમંદોના આંસુડા લુછવા ની અનેરી સેવા કરી સત્કાર્યો ની નોંધ લેવી પડે એવા જીવ માત્રનુ જતન કરવાનુ ગાંઠના ગજવે ભાર ઉઠાવી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
 જામનગર જીલ્લાના રસનાળ નામના નાનકડા ગામડેથી ટંંકારા શહેરમા સ્થાયી થયેલા ક્ષત્રિય પરીવારના યુવાન યોગીરાજસિંહ જાડેજાએ પંથકના જરૂરીયાતમંદ લોકોની પિડા મા મલમ બનવા મનમા થાની લઈ આર્ય ફાઉન્ડેશન નામે સેવા પ્રવૃતિ કરવા છેલ્લા પાંચ વર્ષથી એક ગૃપ બનાવ્યુ અને એમા મિત્રો જોડી આ મિત્રો એ સોસીયલ મિડીયા મા સમય વેડફવા ને બદલે કોઈકને ઉપયોગી થવાનુ નક્કી કરી પોતાના ખિસ્સા ખર્ચ માથી કોઈ પાસે હાથ લંબાવ્યા વગર કે પ્રસિધ્ધિ વગર સેવાકાર્ય કરવાની શરૂઆત કરી સૌ પ્રથમ પંથકમા શિતળતા અને શુધ્ધ હવા થી જન આરોગ્ય ને ફાયદો થાય એ માટે અનેક સ્થળોએ વૃક્ષારોપણ કરવા ઉપરાંત, પક્ષી ઘર વિતરણ, કાયમ કીડીયારૂ પુરવાની શરૂઆત કરી પક્ષીઓને નિયમિત ચણ, માછલીઓને આહાર સહિતની ઉમદા મુક સેવાની જ્યોત પ્રજ્વલિત કરી હતી. આર્ય ફાઉન્ડેશનના સેવાકાર્ય નો વ્યાપ વધારવા અને વૈષ્ણવજન તો તેને કહેવાય જે પીડા પરાઈ જાણે ઉકિત ને સાર્થક કરવા યોગીરાજસિંહ સાથે મીત કણસાગરા, શ્યામ કણસાગરા,  જય પટેલ, ધ્રુવરાજસિંહ ઝાલા, વ્રજ પટેલ, દર્શન ભાલોડીયા, મયુર પટેલ, માર્કડ કણસાગરા, કાવ્ય દુબરીયા, માધવ કણસાગરા સહિતના બાળકો અને યુવા મિત્રોએ તાજેતરમા ગાંઠ ના ગજવા ઉપર ભાર વહન કરી ટંકારા લતીપર ચોકડી ખાતે વસ્ત્ર દાન કર્યુ હતુ. જેમા, 1000 થી વધુ જરૂરીયાતમંદ લોકોને તેઓને ગમતા વસ્ત્રો ચુંટી ને અનેરી માનવ સેવા કરી હતી. આર્ય ફાઉન્ડેશનમા જેના હ્યદય મા કરૂણા અને સેવાભાવની લાગણી ધબકતી હોય અને નામ નહીં સેવાકીય કામ કરવુ હોય એવા સ્વૈચ્છિક સ્વંય સેવકો જોડાઈ ને સેવા લાભ લેવા અનુરોધ કરાયો છે.
————————————————————————
 પશુ-પક્ષીઓને આહાર સાથે તેના આશ્રયસ્થાન સફાઈ પણ કરે છે.
————————————————————————આર્ય ફાઉન્ડેશનમા જોડાયેલા બાળકોથી માંડીને યુવાવયના સ્વયંસેવકો છેલ્લા પાંચ વર્ષથી નિયમિત કિડીયારૂ પુરવુ, પક્ષીઓને ચણ, માછલીઓને પોષ્ટિક આહાર આપવા સાથે તેના મુખ્ય આશ્રયસ્થાનો જેવા કે, અબોલ પશુઓના પાણી પિવાના અવેડા, પક્ષીઓના કુંડા સાફ સુથરા કરવા, ચબુતરો સફાઈ કરી સ્વચ્છ રાખવા, કીડીઓ જયા અન્ન લેતી હોય એવા સ્થાન પર જમીન સાફ સુથરી કરવી સાથે જ નધણિયાતા પશુઓ અને આકાશે કુદરતના ખોળે વિહરતા પક્ષીઓ ક્યાંય બિમાર થઈ પડ્યા હોય તો ત્યા પહોંચી ચિકિત્સકોની સલાહ પ્રમાણે સારવાર અને સંભાળ લેવી, પશુઓને અકસ્માતથી બચાવવા તેના ગળામા રેડીયમ ટેગ લગાવવી, પશુ પક્ષીના કુદરતી કે અકસ્માતે મૃત્યુ થાય તો યોગ્ય સ્થળે સમાધિ અને માનવજીવ જેટલુ જ સન્માન જળવાઈ એવી રીતે શ્રધાંજલિ, પર્યાવરણનુ જતન કરવા વૃક્ષો ઉછેરવા જહેમત ઉઠાવી લોકોને એ તરફ વાળવા સતત પ્રયત્નશીલ રહેવા સહિતના અનેક પ્રકલ્પો સાથે ઉમદા જીવ કલ્યાણ નુ કાર્ય કરતુ આર્ય ફાઉન્ડેશન એનજીઓની સેવા ની સુવાસ આજની પેઢીના યુવાનો સાથે દરેક લોકો ને નવો રાહ ચિંધે છે.